કારાઘોઘા-બોચાની સીમમાં આગથી ઘાસ ખાક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના કારાઘોઘાથી બોચા વચ્ચેની સીમમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતાં 25 એકરમાં સૂકું ઘાસ બળીને ખાક થયું હતું. આગના પગલે આસપાસના ગામો કારાઘોઘા, બાબીયા, બેરાજાના જાગૃત યુવાનોએ સ્થળ પર ઘસી જઈ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જિંદાલનો ફાયર કાફલો ઘસી આવ્યો હતો. પાણીનો મારો ચલાવ્યો હતો.આમ કારાઘોઘા સરપંચ મેઘજીભાઈ રબારી, બાબીયાના ઉપસરપંચ યુવરાજસિંહ વાઘેલા, મુકેશભાઈ શેઠિયા, હરેશભાઇ મહેશ્વરી સમેત અન્ય યુવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...