તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર નજીક ગાંસડી ભરેલા ટ્રેઇલરમાં આગ લાગતાં નુકશાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર તાલુકાના નાગલપર ગામની સીમમાં હરીયાણાથી ટ્રેઇલર મારફત ઘાસની ગાંસડી ઉતારતી વખતે શોર્ટ સર્કીટથી લાગેલી આગમાં ગાંસડીઓ બળીને ખાક થઇ હોવાની અને ટ્રેઇલરમાં પણ આગને કારણે નુકશાન થયું હોવાની જાણવાજોગ ફરીયાદ અંજાર પોલીસ મથકે દાખલ થઇ છે.

આ બાબતે પીએસઓ સુરેન્દ્રસિંહ યાદવે રાજસ્થાનના ગોણીયાડાનો રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અમરસિંગ અમીલાલ ખટીકની ફરીયાદને ટાંકી જણાવ્યું હતું કે, ગત બપોરે 3 વાગ્યાના આરસામાં તેઓ પોતાના ટ્રેઇલરમાં હરીયાણાના કેથલથી ભરી લઇ આવેલી ઘાસની ગાંસડીઓ નાગલપરની સીમમાં ઉતારી રહ્યા હતા તે દરમીયાન વીજળીનો વાયર ગાંસડીઓને અડી જતાં શોર્ટ સર્કીટને કારણે ધાસની ગાંસડીઓ સળગી હતી અને ગાંસડીઓ અને ટ્રેઇલરને આ આગને કારણે નુકશાન થયું હતું. જાણવા જોગ મળેલી વિગતો બાદ આ બનાવમાં તપાસ હેડકોન્સટેબલ જબ્બરદાન ગઢવી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો