ચોબારી નર્મદા કેનાલમાં પાણી ન અાવતાં ખેડૂતોનો અનોખો વિરોધ

Bhachau News - farmers39 protest was not made in chambari narmada canal 060511

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:05 AM IST
ચોબારીની નર્મદા કેનાલમાં થોડા દિવસો પહેલાં પાણી છોડવામાં અાવ્યું હતું જેને પગલે કિસાનોઅે મોટા પ્રમાણમાં ચારાનું વાવેતર કર્યું હતું. અચાનક પાણી બંધ કરી દેવાતાં વાવેલો પાક બળી જવાની ભીતિ સાથે ખેડૂતોઅે નવતર વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરતીપુત્રોઅે કેનાલમાં હવન કરીને સમીધની જગ્યાએ બાવળના કાંટા સળગાવ્યા હતા.

કિસાનોના જણાવ્યા મુજબ અષાઢી બીજથી નર્મદા નહેરમાં પાણી અાવતાં વાવેતર કરાયું હતું હવે જ્યારે ખરેખર જરૂર છે ત્યારે પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે પડ્યા પર પાટુ જેવી હાલત થઇ છે. પશુઅો માટે મોટા પ્રમાણમાં ચારાનું વાવેતર કરાયું છે બીજી બાજુ વરસાદનું ટીપું પણ પડ્યું નથી તેવામાં કેનાલમાં પાણી બંધ કરવામાં અાવતાં ચારો ઉગ્યા પહેલાં જ બળી જશે તો મહામૂલા પશુધનને કેમ બચાવાશે ? કેટલાક રોષે ભરાયેલા ખેડૂતોઅે કહ્યું હતું કે, અમારા પેટ પર લાત મારતા તંત્રનો વિરોધ વ્યક્ત કરવા પવિત્ર સમીધાનો ઉપયોગ ન કરાય તેના બદલે કઝાડો અને બાવળજ શોભે. અા વિરોધ રાજકીય નહિ પણ માત્રને માત્ર સ્વયંભૂ રીતે કરાયો છે. ચોબારીની કેનાલમાં અેકઠા થયેલા સ્થાનિક તેમજ મનફરા, ખારોઇ, નેર, બંધડી, કણખોઇ, ભરૂડિયા, ખેંગારપર, કુંજીસર, મેઘપર અને ભચાઉના કિસાનોઅે જો નર્મદાના નીર નહિ છોડવામાં અાવે તો ઉગ્ર દેખાવ કરવાની ચીમકી અાપી હતી.

X
Bhachau News - farmers39 protest was not made in chambari narmada canal 060511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી