તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ કામ કરાવી લીધા બાદ વર્ક ઓર્ડર આપવાની કવાયત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના સેક્ટર 7માં ભુગર્ભ ડ્રેનેજ સીસ્ટમનું કામ કરાવી લીધા બાદ હવે તેનું વર્કિંગ ઓર્ડર આપવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે. જો ખરેખર કાર્યની તાતી જરુરીયાત હોય તો નિયમાનુસાર તેને 45 ડી અંતર્ગત પણ કરી શકાય છે, જે રસ્તો શા માટે અખત્યાર ન કરાયો તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યા છે.

ગાંધીધામ નગરપાલિકા દ્વારા મળેલી બેઠકમાં કુલ 67 એજન્ડાઓ ટેબલ પર આવ્યા હતા. જેમાં સેક્ટર 7માં આરસીસી ભુગર્ભ ગટર લાઈન નાખવાના કામ માટે અંદાજીત ખર્ચ 52,900નો ખર્ચ મંજુર કરવા જણાવાયું છે, તો આવોજ ત્યારબાદના એજન્ડામાં વોર્ડ 12બીમાં આદર્શ મહાવિધાલયની બાજુમાં ભુગર્ભ ગટર લાઈન નાખવા અંદાજીત 93,500 નો ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો છે. જે અંગે જણાવાયુ છે કે આ કાર્યો ખરેખર તો જાહેર આરોગ્ય સંલગ્ન બાબત હોવાથી તાત્કાલીક કામ કરાવી લેવામાં આવ્યા છે. પરંતુ હવે તેના વર્ક ઓર્ડર રીલીઝ કરવાનો એજન્ડા પાલિકામાં મુકાયો છે.

ટકાવારીના ખેલમાં કોણ કોણ છે ખરડાયેલા?
શા માટે કોઇ એક પેઢીને વારંવાર પોતાની રીતે કામ આપી દેવાન કામગીરી દેખાતી રહે છે? આ સાથે વારંવાર ઉઠતા ટકાવારી આક્ષેપો પણ જોડાયેલા છે. અગાઉ પણ વિપક્ષ દ્વારા વખતો વખત ટેન્ડરોમાં ટકાવારીની શેરીંગ થતી હોવાની અને રખાતી હોવાના આક્ષેપ ઉઠી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો