તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાગોર રોડ પર રોજ સર્જાઈ રહ્યા છે નાના મોટા અકસ્માત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ માટૅ મહત્વના ટાગોર રોડની સ્થિતિ દીન પ્રતિદીન બદહાલ થઈ રહિ છે. તેના પર ઓવરબ્રીજ બનાવવાના અનપેક્ષીત વાયદાઓ કરાયા બાદ હવે તેમા પડેલા મોટા ખાડા ભરવા પણ કોઇ ડોકાઈ નથી રહ્યુ. અધુરામા પુરુ ટ્રાફીક સિગ્નલ લાંબા સમયથી બંધ છે, માર્ગો પર મુક પશુઓ મોટા પ્રમાણમા હજી પણ જોવા મળી રહ્યા છે અને બાધારુપ બની રહ્યા છે, અને રોજબરોજ ટ્રાફીક વધી રહ્યુ છે. જે તમામ કારણોસર રોજ બરોજ નાના મોટા અકસ્માતો ટાગોર રોડ પર સર્જાઈ રહ્યા છે.

ગુરુવારના બપોરના અરસામાં જુની કોર્ટ સામેના વિસ્તારમાં એક કાર પાછળ અન્ય વાહને ટક્કર મારી દેતા બંન્ને વાહનોમાં નાના મોટા અંશે નુકશાન પહોંચ્યુ હતુ. ઘટનાના પગલે ઉશ્કેરાઈ ગયેલા બંન્ને પક્ષોમાં કેટલાક સમય સુધી બોલાચાલી પણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...