સ્ટેમ્પ વેન્ડરોને પેપર અને કોર્ટ ફી માટે ગાંધીધામમાં વ્યવસ્થા ઉભી કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામની પેટા તિજોરી કચેરી જ્યાં બેસતી હતી તે બિલ્ડીંગ ખખડધજ થતાં સ્થળાંતરની નોબત આવી હતી. વેચાણ વેરા વિભાગની કચેરીમાં બે રૂમ ફાળવવામાં આવ્યા પરંતુ સ્ટ્રોંગરૂમના અભાવે સ્ટેમ્પ પેપર અને કોર્ટ ફી ટીકીટ ક્યાં મુકવી તે મુંઝવણ ઉભી થઇ હતી અને આ માટે અંજારમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે ગાંધીધામના સ્ટેમ્પ વેન્ડરોને પેપર અને કોર્ટ ફી માટે અંજારમાં ધક્કો ખાવો પડે તેવી સ્થિતિનું નિર્માણ નબળી નેતાગીરીને કારણે થયું હતું. આ બાબતે ધારાશાસ્ત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવ્યા પછી સંબંધિત કક્ષાએથી સ્થાનિક સ્તરે ગાંધીધામ ખાતે નોટરીયલ સ્ટેમ્પ, કોર્ટ ફી ટીકીટ પહેલાની જેમ સરળતાથી મળતી થાય તેવી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે, આ સૂચના પછી તેનું અમલીકરણ ક્યારે થાય છે?

ગાંધીધામ- આદિપુરમાં 27 જેટલા નોટરી અને 13 સ્ટેમ્પ વેન્ડરો કાર્યરત છે. ગાંધીધામની પેટા તિજોરી કચેરીમાં સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા નવા રૂમમાં ન હોવાને કારણે વિકટ સ્થિતિ ઉભી થઇ હતી. જે તે સમયે આ બાબતે રજૂઆત પણ કરવામાં આવ્યા છતાં સ્થાનિક સ્તરે નબળી પુરવાર થયેલી આ નેતાગીરીને કારણે અંજારમાં સ્ટેમ્પ ફી, કોર્ટ ફી લેવા માટે વ્યવસ્થા ઉભી થઇ હતી. જેના કારણે સ્ટેમ્પ વેન્ડરો સહિત લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી રોષની લાગણી જન્મી હતી. દરમિયાન આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને ધારાશાસ્ત્રી વિદ્યાધર ચંદનાની દ્વારા પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પછી મુખ્યમંત્રીએ નિયમ મુજબ પેટા તિજોરી કચેરી ગાંધીધામ ખાતે નોટરીયલ સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ અને કોર્ટ ફી ટીકીટ પહેલાની જેમ સરળતાથી મળતી થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામમાં લોક સભાથી લઇને પંચાયત સુધી ભાજપનો દબદબો છે અને લોકો ખોબલે ખોબલે મત આપે છે પરંતુ સુવિધાના મુદ્દે જોવામાં આવે તો ગાંધીધામ સંકુલને અન્યાય કરવામાં આવતો હોવાની ફરીયાદ અવારનવાર ઉઠે છે. અગાઉ પણ કેટલીય સુવિધાઓ અંજાર ખાતે ત્યાંના રાજકીય વગને કારણે આપી દેવામાં આવી હતી અને ગાંધીધામને અન્યાય કરવામાં આવ્યો હતો. લોકોને હાલ કોર્ટ ફી મેળવવામાં પણ વધુ પૈસા
ચૂકવવા પડતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...