• Home
  • Kutchh
  • Anjar
  • Anjar News electricity becomes a lethal for a young man living in bhimsar 060016

ભીમાસરમાં રહેતા યુવાન માટે વીજળી ઘાતક બની

Anjar News - electricity becomes a lethal for a young man living in bhimsar 060016

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:00 AM IST
ગઈ કાલે અંજાર વિસ્તારમાં વરસેલા ગાજવીજ સાથેના વરસાદમાં અંજાર તાલુકાના ભીમસર પાસે આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા પર પ્રાંતિય યુવાન પર વીજળી પડતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તા. 20/7/19ના રાત્રે 10 વાગ્યાની આસપાસ અંજાર તાલુકાના ભીમસર ગામ પાસે આવેલી સેલવાસ તેલની કંપનીમાં રહેતા અને મૂળ બિહારના 32 વર્ષીય અજયકુમાર રાય પર વરસાદમાં વીજળી પડતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને પ્રથમ જૈન સેવા સમિતિ, આદિપુરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ડોકટર દ્વારા મૃત ઘોષિત કરતા પી.એમ. માટે રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી અંજાર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
Anjar News - electricity becomes a lethal for a young man living in bhimsar 060016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી