17 એકર જમીનમાં કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

Gandhidham News - efforts to occupy 17 acres of land were unsuccessful 062015

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
હોટલ વીલેજ પાસે સિંધીસમાજના એક અગ્રણીની અંદાજે 17 એકર જમીનમાં કેટલાક તત્વો દ્વારા દબાણ કરીને કબ્જો જમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ વેપારી અને સિંધી સમાજના અંદાજે 200 જેટલા આગેવાનોએ એકત્ર થઇને ઘટના સ્થળે પહોંચી જઇ કબ્જો જમાવવાનો પ્રયત્ન કરનારાઓને પાઠ ભણાવ્યો હતો. કબ્જો કરનારા લોકો ભાગી ગયા હતા. જોકે, સંકુલમાં અવારનવાર જમીન પર કબ્જો જમાવવાનું ઘટના બને છે અને કેટલાક કિસ્સામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે. આજે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઇ નથી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંકુલમાં ભુમાફિયાઓ અવારનવાર દેખા દેતા હોય છે. અગાઉ રેકી કરીને કોઇની જમીન પર કબ્જો જમાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એકવાર કબ્જો જમાવી લીધા પછી કબ્જો છોડાવવા માટે પ્લોટ ધારક કે જમીનના માલિક પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે પણ પ્રયત્ન થતો હોય છે. આ અંગે અવારનવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. દરમિયાન હોટલ વીલેજ પાસે એક જમીન પર કેટલાક લોકોએ કબ્જો જમાવીને પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હોવાની વાત બહાર આવી હતી. જમીનના માલિક વિજયભાઇને આ બાબતની જાણ થતાં સિંધી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને ઝુલેલાલ મંદિરમાં બેઠક યોજવામાં આવ્યા પછી અંદાજે 200 જેટલા લોકોને કાફલો દોડી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાની જાણ થતાં જ દબાણકારોએ મુઠીવાળીને ભાગી જવામાં શાણપણ સમજ્યું હતું.

અગાઉ પણ પ્રયત્ન થયા છે

જાણકાર વર્તુળના દાવા મુજબ સંકુલમાં ભૂમાફિયાઓના હાથ લાંબા છે અને અવારનવાર યેનકેન પ્રકારે પ્લોટ કે જમીન પર કબ્જો જમાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જમીન કે પ્લોટના માલિક બહાર ગામ કે અન્યત્ર રહેતા હોવાથી તેને જાણ પણ કેટલીક વખત મોડી થતી હોવાથી દબાણકારોને મોકળું મેદાન મળતું હોય છે. ત્યાર બાદ માંડવાળ કરીને જમીનનો કબ્જો પરત લેવા માટે મૂળ માલિકને નેવાના પાણી મોભે ચડાવવા પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. ઇફ્કોની સામે પણ થોડા સમયે પહેલા આવી જ ઘટના બની હતી જેમાં સિંધી સમાજના જ પ્લોટ ધારકની જમીન પર કબ્જો જમાવવાનો પ્રયત્ન થયો હતો.

X
Gandhidham News - efforts to occupy 17 acres of land were unsuccessful 062015
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી