ગ્રામ્ય પંથકના નાટ્યકારની સ્મૃતિમાં ભુજમાં શૈક્ષણિક સાધનો વિતરણ કરાયા

Mundra News - educational equipment was distributed in bhuj in memory of the playwright of the village diocese 070119

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:01 AM IST
ભુજ | મુન્દ્રા તાલુકાના વાંકી તેમજ અાજુબાજુના ગામોમાં નાટકોમાં વિવિધ પાત્રો ભજવીને રંગભૂમિને જીવંત રાખનારા નાટ્યકાર સ્વ. નારાણગર ગુંસાઇની 10મી પુણ્યતિથિઅે સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જરૂરતમંદ બાળકોને નોટબૂક, બોલપેન અને કંપાસનું વિતરણ કરાયું હતું. અા ઉપરાંત શ્રમજીવી વસાહતમાં બાળકોને અલ્પાહાર અપાયો હતો.અા વેળાઅે વિપુલ ગોસ્વામી અને પરેશ ગોસ્વામીઅે સહયોગ અાપ્યો હતો. સેવાકાર્યમાં દર્શક અંતાણી, જટુભાઇ ડુડિયા, નર્મદાબેન ગામોટ, મધુકાંત ત્રિપાઠી, વી.અાર. મહેતા, નીતા શાહ, યશ્વી શાહ, અરવિંદ મંગે, ઘનશ્યામ લાખાણી, સ્મિતા અંતાણી સહિતના જોડાયાં હતાં.

X
Mundra News - educational equipment was distributed in bhuj in memory of the playwright of the village diocese 070119

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી