• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News due to drainage chamber jam the impregnable water spread throughout the area 062516

ડ્રેનેજ ચેમ્બર જામ થતા દુર્ગધયુક્ત પાણી સમગ્ર વિસ્તારમાં ફેલાયુ

Gandhidham News - due to drainage chamber jam the impregnable water spread throughout the area 062516

DivyaBhaskar News Network

Jun 17, 2019, 06:25 AM IST
ગાંધીધામના સેક્ટર 8 વિસ્તારમાં ગત સપ્તાહથી ડ્રેનેજની ચેમ્બર અને લાઈન ચોકઅપ થઈ જતા તેના દુર્ગધયુક્ત ગંદા પાણીનો જથ્થો બહાર આવીને ફેલાઈ રહ્યો છે. જેના કારણે સ્થાનીકો પરેશાન થઈ ગયા છે.

સેક્ટર 8ના ગર્વમેન્ટ એરીયામાં પાલીકાની ડ્રેનેજ લાઈન અને ચેમ્બર જામ થઈ જતા તેનો ગંદવાડ બહાર ઠલવાઈને ફેલાઈ રહ્યો છે. અહિ આવેલી સ્પાઈસ બોર્ડની સામેના વિસ્તારમાં ઔધોગિક અને સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે ગંદકી અને દુર્ગધના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેથી બીમારીઓ ફેલાવાની દહેશત પણ રહેલી છે. પ્રશાસન દ્વારા આ અંગે સત્વરે કામગીરી કરીને પરીસ્થીતી વણસે તે પહેલા જરુરી પગલા ભરીને ઉભરાતી ડ્રેનેજનો હલ કરાય તે આવશ્યક બન્યુ છે. અહીં નોંધવું રહ્યું કે, આ વિસ્તારમાં પાણીના સપ્લાય મુદ્દે પણ અગાઉ સ્થાનિકોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ખાલી પડેલા પ્લોટ્સની જાળવણી પણ ન થતી હોવાનો સૂર ઉઠતો રહ્યો છે.

X
Gandhidham News - due to drainage chamber jam the impregnable water spread throughout the area 062516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી