ડીઆરઆઈ, અમદાવાદની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાના ગાળામાં અલગ

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:20 AM IST
Gandhidham News - dri different from the team of ahmedabad in the last two months 022045

ડીઆરઆઈ, અમદાવાદની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાના ગાળામાં અલગ અલગ કાર્યવાહિઓને અંજામ આપીને અલગ અલગ દેશોથી ઈમ્પોર્ટ કરાયેલા કોમ્પ્યુટર પાર્ટ્સના 12 કન્ટૅનરોને પકડી પડાયા છે. જેમા મીસડિક્લેરેશન થી લઈ પોલીસી સંલગ્ન સમસ્યાઓ પણ સામેલ છે. આ સમગ્ર પ્રકરણમાં દિલ્હી સાથે સ્થાનીક ઈમ્પોર્ટરો પણ હોવાનું જાણવા મળે છે. જેમની તપાસ અને પુછપરછનો દોર શરુ કરી દેવાયો છે.

જુના અને વપરાયેલા ઈલેક્ટ્રોનીક કે કોમ્પ્યુટર્સના સંશાધનોના ઈમ્પોર્ટ પર સરકાર દ્વારા ફોરેન ટ્રેડ પોલીસી છે, જે અંતર્ગત ડીજીએફટી લાઈન્સસ ઈમ્પોર્ટરને લેવુ પડે છે. આ કિસ્સાઓમાં ઈમ્પોર્ટર પેઢીઓ કે જે દિલ્હી અને ત્યારબાદ ગાંધીધામ સહિત ગુજરાતના કેટલાક અન્ય શહેરોની હોવાનું કહેવાય છે, તેમની પાસે કોઇ લાયસન્સ નથી. જેથી તેઓ આ જુના પાર્ટ્સને નવા ડિક્લેર કરીને મીસડિક્લેર કરીને મંગાવતા હતા.

ખરેખર તો આ સમગ્ર પ્રક્રિયામાં ઈ વેસ્ટની પ્રક્રિયા પણ લાગુ પડી જાય છે, જેમાં પર્યાવરણ વિભાગથી લઈને અન્ય પોલીસી પણ અસર કરે છે. પરંતુ તે તમામમા ન પડીને ઈમ્પોર્ટરોએ છેલ્લા બે મહિનાના ગાળામાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન અને મુંદ્રા પોર્ટમાં હોંગકોંગ, ઓસ્ટ્રેલીયા, દુબઈ, સાઉથ કોરીયાથી અલગ અલગ સમયગાળામાં 12 જેટલા કન્ટૅનરો ઈમ્પોર્ટ કર્યા હતા. જેને બંન્ને સ્થળોએ ડીઆરઆઈ અમદાવાદની સ્પેશ્યલ ઈન્ટૅલીજન્સ અને ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચ, મુંદ્રા અને કંડલા કસ્ટમના સહયોગથી સીઝ કરી નાખ્યા હતા. સતાવાર સુત્રોએ ડીટૅઈન કરાયેલો આ જથ્થો 3 કરોડનો હોવાનું જણાવ્યુ હતુ. જેમઆં મધરબોર્ડ, હાર્ડ્સ ડીસ્ક, મીની ટાવર કોમ્પ્યુટર કેસ એ જાણીતી બ્રાન્ડ્સના સામેલ હતા.

X
Gandhidham News - dri different from the team of ahmedabad in the last two months 022045
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી