ગાંધીધામ પાલીકા દ્વારા વોર્ડ 12 વિસ્તારમાં ડ્રેનેજ, નાળાના કાર્ય

Gandhidham News - drainage drainage work in 12 ward ward by gandhidham paliica 063021

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

ગાંધીધામ પાલીકા દ્વારા વોર્ડ 12 વિસ્તારમાં ડ્રેનેજ, નાળાના કાર્ય દરમ્યાન બીએસએનએલના કેબલ કપાઈ જતા 800 જેટલા ડબલા મુંગા થઈ ગયા હતા. અગાઉ પણ આ પ્રકારની સમસ્યા વારંવાર આવતી રહે છે ત્યારે વધુ એક વાર એક સાથે આખા વિસ્તારના ફોન બંધ થઈ ગયા હતા.એક સમયે ગર્વનો વિષય કહેવાતો અને મોટા પ્રમાણમાં વપરાતા બીએસએનએલના લેન્ડલાઈનની માત્રા અને તેની સર્વિસ વારંવાર ખોટકાતી સેવા અને મોબાઈલ, ખાનગી પ્રભુત્વ વધવાના કારણે સતત ઘટતી ચાલી ગઈ છે. ગતરોજ વોર્ડ 12બી પાસે આવેલા વરસાદી નાળા પાસે કોઈ ખોદકામ દરમ્યાન બીએસએનએલના કેબલ કપાઈ ગયા હતા જેના કારણે કલાકો સુધી વિભાગના કર્મચારી છેડા મેળાવવા મથતા નજરે ચડ્યા હતા. તો તેના કારણે બે દિવસ સુધી સંચાર ઠપ્પ રહ્યાનું પણ જાણવા મળે છે.

X
Gandhidham News - drainage drainage work in 12 ward ward by gandhidham paliica 063021
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી