તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ખેલ-મહાકુંભની જિલ્લા કક્ષાની ખો-ખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ખેલ-મહાકુંભની જિલ્લા કક્ષાની ખો-ખો રમતની સ્પર્ધા ભુજ ખાતે આર.ડી. વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલી દરેક ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં ઓપન વિભાગમાં માંડવી તાલુકા કક્ષાએ વિજેતા બનેલી સ્વામીનારાયણ સંસ્કારધામની ટીમે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ફાઈનલમાં પહોંચી ભુજની આર. ડી. વરસાણી ટીમને હરાવી વિજેતા બની હતી. વિદ્યાલયની ટીમ વિજેતા બનતા હાલ ઓસ્ટ્રેલીયા સ્થિત શાસ્ત્રી સ્વામીશ્રી અક્ષરપ્રકાશદાસજીએ તથા માંડવી મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી નારણમુનીદાસજી તથા હાલનું સંચાલન કરતા સ્વામીશ્રી સંતસ્વરૂપદાસજી, સ્વામીશ્રી ભજનપ્રકાશદાસજીએ વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી. શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ સોલંકીએ તથા શાળાના પી.ટી. શિક્ષક યશરાજસિંહ ઝાલા ટીમની સિદ્ધિને બિરદાવી હતી. અને રાજ્ય કક્ષાએ પસંદ થયેલા ખિલાડીઓને શુભેચ્છા આપી હતી. શાળાની ટીમને કોચિંગ તથા માર્ગદર્શન ટીમના કેપ્ટન અરવિંદ વેકરીયાએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...