તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાફતને અવસરમાં પલટાવવાની કચ્છીઅોની કોઠાસુઝ પ્રેરણારૂપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાફતને અવસરમાં પલટાવવાની કચ્છીઅોની કોઠાસુઝ તમામ માટે પ્રેરણારૂપ છે તેવું માંડવીના નાગલપર ખાતે યોજાયેલ ગાૈશાળા પાંજરાપોળ સંચાલકોના અભિવાદન સમારોહમાં બોલતાં રાજયમંત્રી વાસણ અાહિરે જણાવી કચ્છીઅોઅે અા કળા બખુબી શીખી લીધાનું જણાવ્યું હતું.

માંડવી તાલુકા પાંજરાપોળ-ગૌશાળા સંસ્થાઓ અને ઢોરવાડા સમિતિ દ્વારા માંડવી પાંજરાપોળની નાગલપુર શાખા ખાતે શીતલ પાર્ટી પ્લોટમાં મંત્રી વાસણ અાહિર, સાંસદ વિનોદ ચાવડા, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો હતો.

માંડવી તાલુકાની વીસથી વધુ પાંજરાપોળ, ગૌશાળા અને ઢોરવાડા સમિતિઓ દ્વારા જીવદયા પ્રવૃતિની ભાવનાને અનુમોદન આપવા સાથે રાજય સરકાર દ્વારા ખુલ્લાં દીલે લેવાયેલાં ઐતિહાસિક નિર્ણયો, બચાવ-રાહત-સહાયના કાર્યોમાં સહભાગી થવા બદલ સન્માનવા સાથે અન્યોનું પણ બહુમાન કરાયું હતું.

રાજય સરકાર દ્વારા સાડા નવ મહિના જેટલા લાંબા સમય સુધી કચ્છની અછતની પરિસ્થિતિ દરમિયાન સુપેરે કામગીરી પાર પાડવામાં રાજય સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, વિશ્વભરના કચ્છીજનો, મહાજનો, ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડા સમિતિના સંયુકત પ્રયાસોથી ખાસ કરીને કયાંયે એક પણ પશુનું મરણ પામ્યું ન હતું તેનો રાજીપો વ્યકત કરાયો હતો. જીવદયા પ્રેમી સંસ્થાઓ સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ દ્વારા જે રીતે રાત-દિવસ જોયાં વિના પશુઓની સેવાને યાદ કરી સૌનો આભાર માન્યો હતો.

સાંસદ, પૂર્વ મંત્રી તેમજ અન્યોઅે પ્રાસંગીક ઉદબોધનમાં સરકારે અને અન્ય તંત્ર તેમજ દાતાઅોઅે કરેલા કાર્યોની નોંધ લીધી હતી.જગદીશસિંહ જાડેજાનું વ્યકિત વિશેષ તરીકેની કામગીરીની નોંધ લેવાઇ હતી. નગરપતિ મેહુલ શાહ, તા.પંચાયત પ્રમુખ ગંગાબેન સેંઘાણી, મામલતદાર ડાંગી,રાણશી ગઢવી, વિનોદ થાનકી, પ્રવિણ વેલાણી, રાજેન્દ્રસિંહ જાડેજા,અમુલ દેઢિયા, વાડીલાલ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...