તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણાની સંગીતક્ષેત્રે જાણીતી સંસ્થા કલાવૃંદ દ્વારા તેમના સદસ્ય દિલીપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નખત્રાણાની સંગીતક્ષેત્રે જાણીતી સંસ્થા કલાવૃંદ દ્વારા તેમના સદસ્ય દિલીપ ઠક્કરના જન્મદિન નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું.

અખંડઆનંદ કુટિયાના માતાજીએ દીપ પ્રાગટ્યથી આરંભેલા કાર્યક્રમમાં ડો. મનસુખ પટેલે મુકેશ-રફીના ગીતો રજૂ કર્યાં હતાં. કાંતિભાઇ વાઘેલા તેમજ વિમલ કોઠારીએ દેશભક્તિ તેમજ સુગમ ગીતો ગાયાં હતાં. પ્રિન્સી સોનીએ સરસ્વતી વંદના રજૂ કરી હતી તો બાળ કલાકાર પ્રિયા જોષીએ પણ સૂર સજાવ્યા હતા. તબલાં પર પરેશ દરજીએ સંગત અાપી હતી. દિલીપભાઇએ પણ ગઝલો રજૂ કરી સૌને ડોલાવ્યા હતા. કાર્યક્રમમાં સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો