તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારીરોહર પાસે ડીઝલ ચોરીનો કારસો નિષ્ફળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નજીક ખારીરોહરમાં આઈઓસીની લાઈનમાંથી કરાતી ડિઝલ ચોરીનો ફરી એકવાર પ્રયાસ કરી રહેલા ત્રણ થી ચાર ઇસમોને તૈનાત સિક્યુરીટી કર્મીઓએ આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસને જોઇ ડીઝલ ચોરો રૂ.33,850 ની કિંમતના 455 લીટર ડિઝલના ભરેલા 13 કેરબા મુકી નાસી જતાં ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઓ વાલાભા ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત રાત્રી દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ડિઝલ ચોરીની ઘટના સામે આવી હતી. આઈઓસીની પાઈપલાઈન પર આમ તો સિક્યુરિટી ગોઠવવામાં આવેલી છે, પરંતુ તેમ છતાં ડિઝલ ચોરો લાઈનમાં કાણું કરીને ડિઝલ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે ગત રાત્રે બારેક વાગ્યાના અરસામાં આઈઓસીના સિક્યુરિટી ઈન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ ભરતસિંહ ગુર્જરે પાઈપલાઈનમાંથી ચોરી થતી હોવાની જાણ પોલીસને કરતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમ બનાવ સ્થળે ધસી ગઈ હતી, તે દરમ્યાન ડિઝલ ચોરી કરતા ત્રણથી ચાર અજાણ્યા ઈસમો નાસી છુટયા હતા. પોલીસે બનાવ સ્થળેથી ડિઝલના ભરેલા 13 કેરબા તેમજ આઠ ખાલી કેરબા કબજે કર્યા હતા. કેરબામાં ભરાયેલું 455 લિટર ડિઝલ કિંમત રૂા. 33,850 પોલીસે કબજે કર્યું હતું. બનાવને પગલે સિક્યુરિટી ઈન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ ગુર્જરે પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રોબેશનલ ડીવાયએસપી રાધિકાબેન ભારાઈએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો