તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની લાઇન તોડનાર સામે કાર્યવાહી કરવામાં પાલિકા પાણીમાં બેસી ગઇ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીધામમાં 40થી વધુ સ્થળે કેમેરા લગાવવા માટે મુંબઇની ઓરેન્જ બિઝનેસ સર્વિસ ઇન્ડીયા ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકાએ અગાઉથી જ રસ્તો ખોદવા, તોડવા માટે મંજુરી આપી દીધી હતી. જોકે, આ બાબતે લાખો રૂપિયાની રકમ ભરવાની થતી હોય તે ભરાવવા માટે પણ નગરપાલિકાએ કોઇ જ કાર્યવાહી આશ્ચર્યજનક રીતે કરી ન હતી. દરમિયાન એજન્સી દ્વારા પાલિકાની મિલ્કતને નુકશાન કરવામાં આવતા પ્રશ્નો ઉભા થયા હતા. 9-બી વિસ્તારમાં પાણીની લાઇન તોડી નાખવામાં આવતા પાલિકાના સત્તાધિશો દ્વારા આ બાબતે ગંભીરતા દાખવીને કારોબારી સમિતિમાં મંજુરી રદ્દ કરાવી એફઆઇઆર દાખલ કરાવવા માટે મન બનાવ્યું હતું. પરંતુ આજ સુધી આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 15 દિવસનો સમય વિતી ગયા પછી નગરપાલિકાના આ વલણને કારણે કદાચ પગલા ભરવા માટે પાલિકા પાણીમાં બેસી ગઇ હોય તેવી વાત પણ બહાર આવી રહી છે.

પાલિકા દ્વારા સંબંધિત એજન્સીને જે કામ આપવામાં આવે છે તેમાં પાણીની લાઇન, ગટરની લાઇન કે અન્ય કોઇ સુવિધા માટેના ખોદકામ સમયે પાલિકા દ્વારા ફરજીયાતપણે પૈસા ભરાવવામાં આવે છે. નુકશાન બદલ આ પૈસામાંથી ભરપાઇ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ લાખો રૂપિયા ભરવાના થતા હોવા છતાં કોઇના દબાણને કારણે નગરપાલિકા દ્વારા આંખ મીચામણા કરીને રસ્તા તોડવા માટે મંજુરી આપી દેવામાં આવી હતી. જોકે, મંજુરી આપવામાં આવી ત્યારે કેટલીક શરતો અને બ ાબતો પ્રત્યે એજન્સીને જાણકારી પણ આપવામાં આવી હતી. આમ છતાં પાણીની લાઇન તોડી નાખવામાં આવ્યાની સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ તોડી નાખવામાં આવ્યા છે. તે અંગે શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. અહીં નોંધવું રહ્યું કે, અગાઉ આદિપુરમાં પાલિકા નિર્મિત બાંધકામને રાતોરાત કેટલાક તત્વોએ બુલડોઝર ચડાવીને તોડી પાડ્યું હતું. તો આજ પ્રકારે પબ્લિક પ્રોપર્ટીને નુકશાન કરતા તત્વો વિરૂદ્ધ પગલા ન ભરીને સમાજ સામે અયોગ્ય ઉદાહરણ પાલિકા વારંવાર પ્રસ્તૂત કરી રહી છે.

કોઇ દરખાસ્ત આવી નથી
નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા એજન્સીની મંજુરી રદ્દ કરવા માટે કોઇ દરખાસ્ત કરવામાં આવી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવામાં આવતા મહેતાએ આવી કોઇ દરખાસ્ત આવી નથી તેમ જણાવ્યું હતું. નિયમ મુજબ જો એફઆઇઆર દાખલ કરવી હોય તો કારોબારી સમિતિએ મંજુરી આપી હોવાથી મંજુરી રદ્દ થયા પછી જ કાર્યવાહી થઇ શકે તેમ છે તેવી પણ દલીલ વર્તુળો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો