તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mandvi News Despite The Expenditure Of 10 Lakhs Annually The Coast Of Mandvi Is Dirty 065629

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિક 10 લાખનો ખર્ચ છતાં માંડવીનો સાગર કાંઠો ગંદો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવીના સાગર કાંઠાને સાફ રાખવા માટે પ્રવાસન વિભાગ દ્વારા વાર્ષિક 10 લાખ ખર્ચાય છે તેમ છતાં ગંદકી ફેલાયેલી રહેવાથી ભ્રષ્ટાચાર અાચરાતો હોવાની બૂ અાવી રહી છે. ધૂળેટીઅે બીચ પર મોટી સંખ્યામા અાવેલા પ્રવાસીઅો બીચની ગંદી છાપ લઇને પરત ફર્યા હતા.

રમણીય સાગર તટને વિશ્વ સ્તરે ખ્યાતિ મળે તે માટે ગત 13 ફેબ્રુઅારીઅે મુખ્યમંત્ર વિજય રૂપાણીના હસ્તે વ્હાઇટ સેન્ટ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો હતો પણ દીવા તળે અંધારા જેમ સાગર કાંઠા પર ફેલાતી ગંદકીની કોઇ દરકાર ન લેવાતી હોવાનું ચિત્ર ધૂળેટીઅે સપાટી પર અાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રવાસન વિભાગે બીચની સફાઇ માટે વાર્ષિક 10 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ કર્યો છે પણ ભ્રષ્ટાચાર અાચરાતો હોય તેમ જરૂરી સફાઇ કરાતી નથી. સાગર કાંઠા પરથી કચરો ઉપાડવાની જવાબદારી ટુરિઝમ વિભાગની છે જ્યારે અેકત્ર કરાયેલો કરચરો પાલિકાઅે લઇ જવાનો હોય છે. અા બન્ને વચ્ચે સંકલનનો અભાવ હોતાં સમુદ્ર તટ ગંદો રહેતો હોવાના અાક્ષેપો ઉઠી રહ્યા છે.

ધૂળેટીઅે અાવેલા પ્રવાસીઅો ખરાબ છાપ લઇ ગયા


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો