તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડસર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેઇડ, એક પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના મોડસર ગામના વાડી વિસ્તારમાં આવેલ પાણીના છેલામાં બનાવવામાં આવી રહેલો દેશી દારૂ પર ગામ લોકો દ્વારા જનતા રેઇડ પાડી 900 લીટર આથો, છકડા સહિત એક વ્યક્તિને પકડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

આ અંગે ગામના સરપંચ સામતભાઈએ જણાવ્યું હતું કે બે ત્રણ દિવસ પહેલા લાકડા કાપવાના બહાને દેશી દારૂના ધંધાર્થીઓ દ્વારા ગામના વાડી વિસ્તારમાં આવેલ પાણીના છેલા પર દેશી દારૂ બનાવવાનું આયોજન કરાયું હતું. જે બાબતની જાણ ગ્રામજનોને થતા આ બાબતે જાગૃતિ દાખવી ગત રાત્રીના 11 વાગ્યાના આસપાસ દારૂના ધંધાર્થીઓ પર જનતા રેઇડ કરવામાં આવી હતી. જેમાં 900 લીટર દારૂ બનાવવાનો આથો, ગોળ, લાકડા, છકડો વગેરે તથા એક ઇસમને પકડી અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અંજાર પોલીસે ઘટના સ્થળે આવી તમામ મુદ્દામાલ તેમજ આરોપીને કબજે કરી અંજાર પોલીસ મથકે લઈ જવામાં આવેલ હતા. આ બાબતે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર પોલીસ દ્વારા મોડસરની સિમ માંથી દેશી દારૂ બનાવતા સવજી રમજું કોલી રહે. ગુલાબમિલ, કોલીવાસ, અંજાર વાડા સાથે 1 લાખની કિંમતનો છકડો, 900 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિ. રૂ. 1800 એમ કુલ કિંમત 1,01,800 નો મુદ્દામાલ કબજે કરાયો હતો તેમજ આરોપી સાથે રહેલા અન્ય ઈસમો સંજય રામજી કોલી તથા બાબુ રમજુ કોલી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

સવજી કોલી

અન્ય સમાચારો પણ છે...