• Home
  • Kutchh
  • Anjar
  • Anjar News demand for strict action against mineral thieves in east kutch 060010

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો સામે કડક પગલા ભરવા માગ કરાઇ

Anjar News - demand for strict action against mineral thieves in east kutch 060010

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:00 AM IST
પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરી અંજાર તાલુકામાં ખનીજ ખાતાના અધિકારીઓની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને બેરોકટોક ખનીજની ચોરી કરી, ઓવરલોડ ગાડીઓ ભરી વગ અને પૈસાના જોરે ખનીજ ચોરી કરતા હોવા અંગે અંજાર પ્રાંત કચેરીએ આવેદન આપી ખનીજ માફિયાઓ પર કાર્યવાહી કરવા અંગે આવેદન આપવામાં આવ્યું હતું.

આવેેેનપત્રમાં જણાવ્યા મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં અંજારસીમ, વીડી બગીચો, મોટી નાગલપુર, સિનુગ્રા, મીંદીયાળા, ખેડોઇ, ભુવડ, શિણાઈ તેમજ ભચાઉ, રાપર આ તમામ વિસ્તારોની સીમમાં ગૌચર તેમજ પડતર જમીન માંથી ઘણાં સમયથી ખનિજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરવામાં આવી રહી છે. ખનિજ ખાતાની કચેરી દ્વારા જે જગ્યાએ લીઝ પાસ કરવામાં આવેલ છે તે જગ્યાને બદલે બીજી અન્ય જગ્યાએ ગેરકાયદેસર ખનિજ ચોરી કરવામાં આવી રહી છે. તેટલું જ નહીં આ ચોરી કરેલ ખનિજને પણ વાહનો દ્વારા ઓવરલોડ ભરીને ખુલ્લેઆમ વહીવટી તંત્રની નજર સામે સપ્લાય કરવામાં આવે છે. પૂર્વ કચ્છ જિલ્લાના આ તમામ વિસ્તારમાં ખનિજ ખાતાનાં નાક નીચેની ખનિજ માફીયાઓ દ્વારા બેફામ ખનિજ ચોરી કરી રહયાં છે, છતાંય વહીવટી તંત્રના અધિકારીઓ આંખ કાન બંધ કરી બેઠા છે, વગર રોયલ્ટીએ રોડ ઉપર ખનિજ ભરેલી ઓવરલોડ ગાડીઓ બેફામ ચાલે છે. તેમ છતાં તેમના પર કાર્યયવાહી થતી નથી. તો બીજી તરફ અરજદારો દ્વારા ખનીજ માફિયાઓની ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં પૂર્વ કચ્છની ખનીજ ખાતાની કચેરીના અધિકારીઓ દ્વારા તે ફરિયાદ પર ધ્યાન ન આપી ભૂમાફિયાઓને છવરવામાં આવતા હોવાના આક્ષેપો કરી પૂર્વ કચ્છ આમઆદમી પાર્ટીના પ્રમુખ રોશનઅલી સેંધાની તથા તેમની ટીમ દ્વારા અંજાર પ્રાંત અધિકારી મારફતે મુખ્ય મંત્રીને આવેદન આપી ફરિયાદ કરી હતી.

X
Anjar News - demand for strict action against mineral thieves in east kutch 060010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી