તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં માંગવા બાબતે કિન્નરો વચ્ચે ધોકાબાજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળ અંજારના અને હાલે આદિપુર રહેતા કિન્નરો અંજારમાં માંગવા આવતા હોવાથી અંજારમાં રહેતા કિન્નરો દ્વારા ધોકા વડે હુમલો કરાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મૂળ હેમલાઈ ફળિયું, અંજાર અને હાલે પાંચવાડી, સીતામાંનો અખાડો, આદિપુર રહેતા 22 વર્ષીય સમીરાદે ઉર્ફે સમીરા પ્યારીદે ઇબ્રાહિમશા શેખની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 12/3ના ફરિયાદી અને તેમની સાથે રોશનીદે પ્યારીદે અંજારના ભુજ બાયપાસ રોડ પર આવેલ પીરની દરગાહ પાસે આવ્યા હતા. જ્યાં લશ્કર ફળિયા, ટીંબીકોઠા, અંજારમાં રહેતા અનોખી માસી અને બીજલી માસી આવી તમને અંજારમાં માંગવા આવવાની ના પડેલ છે ને, તેમ છતાં કેમ અવાર નવાર અંજાર આવો છો અને ફરીને માંગો છો તેવું કહેતા ફરિયાદીએ આ અમારો ગામ છે તેમાં તમને શું વાંધો છે. તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અનોખી માસીએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી બુસટ મારી બીજલી માસીએ હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદીના ડાબા પગના સાથળમાં અને પીઠમાં માર્યો હતો. જેથી રાડારાડી થતા અન્ય લોકો આવી પહોંચ્યા હતા. જેથી આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. આ બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો