તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News Dangerous Crowds Of People On Mandavi Beach In The Middle Of The Corona 065527

કોરોનાના કહેર વચ્ચે માંડવી બીચ પર લોકોની જોખમી ભીડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | ભારતમાં પણ હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેના ભાગ રૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારો અગમચેતીના પગલા લઇ રહી છે. કચ્છમાં આ ચેપી રોગ વકરે નહિ તે માટે કલેક્ટરે 144મી કલમ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું હતુ જેનો ધરાર અવગણના થતી હોય તેમ માંડવીના બીચ પર લોકોની જોખમી ભીડ જોવા મળી હતી. સમગ્ર જિલ્લામાં પાર્ટી પ્લોટ, લગ્નવાડી, ગેમઝોન સહિતના સ્થળો બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે જેની બીચ પર અનદેખી થતી જોવા મળી હતી. મનોરંજનના સાધનો રાબેતા મુજબ ચાલતા જોવા મળ્યા હતા તો બીચ પર પ્રવાસીઓની ભીડ પણ જામી હતી જેને લીધે સ્થાનિકે સંબંધિત તંત્ર અંધારામા હોય તેવું ચિત્ર સપાટીએ આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...