તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mandvi News Construction Of Jetties To Be Built In Mandvi Coastal Area Will Be Built Coastal Ig 031046

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી કોસ્ટલ વિસ્તારની સુરક્ષાથી સજજ બનાવા જેટીનું નિર્માણ થશે: કોસ્ટલ આઇજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી કોસ્ટલ વિસ્તારમાં જૈશે એ.મહંમદ આતંકી સંસ્થાના માધ્યમથી 2018ની સાલમાં ત્રણ સો કરોડનો સો કિલો હેરોઇનનો જથ્થો ઉતર્યો હોવાના કારણે સંવેદનશીલ વિસ્તાર દેશની સુરક્ષા માટે ગુજરાત કોસ્ટલના આઈજી એસ.એસ.ત્રિવેદી સિક્યુરીટી લોકો સંવાદમાં લોકોના પ્રશ્નો સાંભળીને મરીન પોલીસને વધુ સજ્જ બનાવવા સ્પેશિયલ જેટી માટેની પ્રપોઝલ મંજુરીની આરે હોવાની જાણકારી આપી હતી.

તણાવ ભર્યું વાતાવરણ ઊભું થયું હોવાના કારણે ગુજરાત અાખામાં દરિયા વિસ્તાર અને લેન્ડીંગ પોઇન્ટ પર તમામ એજન્સીઓ પોતાની સુરક્ષા વધારી રહ્યા છે. રાજ્યના 144 દરિયાઇ ટાપુ નિર્જન હોવાના કારણે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આવી રીતે સમુદ્ર માછીમાર દરેક એજન્સીની આંખ કાન હોવાનું કોસ્ટલ આઇજી ત્રિવેદીએ કહયું હતું. કચ્છ આખામાં તમામ પ્રકારની પ્રજાની સુરક્ષા માટે પોલીસ યુનિફોર્મમાં એલર્ટ છે. આવી રીતે પ્રજા યુનિફોર્મ વગરની પોલીસ છે, એમ સમજીને દરેક હિલચાલ પર નજર કરીને દેશભક્તના કાર્યમાં મદદ કરવા માટે ચોવીસ કલાક 99784 05073 પર સંપર્ક કરવા પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવી નહિ અને અફવામાં આવું નહીં રાષ્ટ્ર સુરક્ષા માટે સૂચના મળે તેનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. નગરપાલિકા કારોબારી ચેરમેન દિનેશ હિરાણી, આમદ થૈમ, અબદુલભાઇ, રમેશ માલમ આમદુ આગરીયા,મન્મુખસિંહ જાડેજા,ભારૂ ગઢવી સહિતના કોસ્ટલ વિસ્તારના અગ્રણીઓ રજૂઆત કરી હતી. મામલતદાર આર.બી.ડાંગી, પોર્ટ ઓફિસર આર.સી.પટેલ,મુન્દ્રા પ્રાંત અધિકારી વસ્તાણી, ડીવાયએસપી પંચાલ સહિત તમામ એજન્સીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો