તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરો નાખવા ન દે તો ફરજમાં રૂકાવટનો કેસ કરવાની વિચારણા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાના અંદાજે રોજના 100 ટન જેટલો કચરો જે સંકુલના જુદા જુદા વિસ્તારોમાંથી નિકળે છે તેનો નિકાલ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અંજારના વાડામાં અંદાજે 72 એકર જમીન ફાળવવામાં આવી છે. ગ્રામજનો દ્વારા આ સ્થળ ઉપર કચરાનો નિકાલ ન થાય તે માટે માગણી કરવામાં આવી હતી તેમજ કલેક્ટરે કરેલા હુકમને રદ્દ કરવા માટે પણ રજુઆત કરાઇ હતી. દરમિયાન ગઇકાલે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના પાંચ જેટલા ડમ્પરો કચરો નાખવા ગયા હતા જ્યાં ગ્રામજનોએ વિરોધ કરી વાહનો કબજે લીધા હતા. આજે પોલીસને સાથે રાખીને અધિકારીઓએ સાઇટની મુલાકાત લીધી હતી અને વાહનો મુક્ત કરાવાયા હતા. ત્યારબાદ સાંજના સમયે અંજારની પ્રાંત કચેરીએ મળેલી બેઠકમાં મંગળવારથી કચરો નાખવાનું ચાલુ જ રાખવામાં આવશે અને તેમાં કોઇ રૂકાવટ કરશે તો કેસ કરવા સહિતની ચર્ચા વિચારણા કરાઇ હોવાના સંકેત મળી રહ્યા છે.

વાડા ગામની જમીનમાં કચરાના નીકાલ માટે અપાયેલી જમીનના વાદ વિવાદમાં પ્રાંત ઓફિસર જોષી, મામલતદાર સિરવાણિયા આઇએએસ પ્રોબેશનરી અધીકારી અર્પણા ગુપ્તા વગેરેએ મુલાકાત લીધી હતી.

પશુના મૃતદેહના નિકાલ માટે જમીન ફાળવો
ગાંધીધામ નગરપાલિકાના પ્રતિનિધી મંડળ દ્વારા આજે પોર્ટના ચેરમેન એસ.કે.મેહતાને મળીને જમીનના મુદ્દે ફરી એક વખત માગણી કરવામાં આવી હતી. કચરાના નિકાલ માટે જમીન આપવાની સાથે સાથે પશુના મૃતદેહનો નિકાલ થાય તે હેતુથી પણ જમીન આપવા માટે પણ માગણી કરવામાં આવી હોવાનું કાનજીભાઇ ભર્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...