તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘપર-કું.ની જમીન પચાવી પાડનાર જેઠ વિરુદ્ધ ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના મેઘપર-કુંભારડીની કિંમતી જમીન સાગા ભાઈના મૃત્યુ બાદ તેના પરિવારની ખોટી સહીઓ કરી દસ્તાવેજ બનાવી અન્યને જમીન વેચી નાખવાના તરકટ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી દક્ષ પ્રજાપતિ સોસાયટી, નયા અંજારમાં રહેતા 58 વર્ષીય ચંદ્રિકાબેન પ્રેમજીભાઈ સોરઠીયા (ગુંદરાસણીયા)ની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ફરિયાદીના પતિ પ્રેમજીભાઈ વાલજીભાઈ સોરઠીયા તથા તેમના મોટા ભાઈ માવજીભાઈ વાલજીભાઈ સોરઠીયા (ગુંદરાસણીયા)ની સંયુક્ત નામે મેઘપર-કુંભારડીમાં રે.સ.નં. 107/1 2 એકર 8 ગુઠા અને 107/2 તે 14 ગુઠા વાળી જમીન આવેલી હતી. ફરિયાદીના પતિ 2001માં અવસાન પામ્યા બાદ ફરિયાદીએ આ જમીનોમાં વારસાઈ પડાવી ન હતી. પરંતુ પાછળથી જાણવા મળેલ કે તા. 2/11/2002માં એક દસ્તાવેજ થયો છે. જેમાં વેચનાર તરીકે ફરિયાદી તેમના પુત્ર મેહુલ, નિલેશ પુત્રી મનીષા, હિના અને આરોપી જેઠ માવજીભાઈની સહીઓ હતી. પરંતુ ફરિયાદી અને તેમના પુત્રોએ આવો કોઈ દસ્તાવેજ કર્યો જ ન હતો. કે પછી ક્યાંય સહીઓ પણ નહોતી કરી, આ દસ્તાવેજ જ્યારે થયો ત્યારે ફરિયાદીનો પુત્ર નિલેશ સગીર વયનો હતો અને પુત્રી વિદ્યા નગરમાં અભ્યાસ કરતી હતી. જેથી આ દસ્તાવેજમાં કરવામાં આવેલી સહીઓની સરકારી લેબમાં ટેસ્ટ કરાવવામાં આવતા આ સહીઓ ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદી ચંદ્રિકાબેન દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આવેલા િવનાશક ભૂકંપ બાદ આદ્યોગિક ક્ષેત્રે િવકાસનો વાયરો ફૂંકાતા જમીનના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેના પગલે બોગસ દસ્તાવેજોના આધારે જમીન વેચી નાખવાના બનાવોમાં પણ વધારો આવ્યો છે.

વારસદારોની ખોટી સહીઓ કરી જમીન વેચી નાખી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો