તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટરના જાહેરનામાની ઐસી કી તૈસી |અંજારમાં 65 વર્ષીય વૃદ્ધાને આખલાઓએ અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારમાં આખલાઓના યુદ્ધના કારણે અવર-નવર શહેરીજનોને જાણ માલનું નુકશાન થયું છે પરંતુ તંત્રને જાણે તે કઈ દેખાતું જ ન હોય અને આ વિષય કઈ કરવું જ ન હોય મૂંગા મોઢે બેઠા છે. ગત 21મીના મચ્છીપીઠ વિસ્તારમાં યુદ્ધે ચડેલા આખલાઓએ નાસ્તાની લારી ઉથલાવી મૂકી હતી. જે બનાવમાં સદનસીબે કોઈ મોટી ઘટના બનતી બચી હતી ત્યારે ફરી આખલાઓએ અંજારના 65 વર્ષીય વૃદ્ધાને હડફેટે લેતા ફરી સદનસીબે તે વૃદ્ધા મોતના મુખ માંથી બહાર આવ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ ગત 22મીના અંજારની શાક માર્કેટમાં શાક વહેંચવાનો ધંધો કરતા 65 વર્ષીય જયાબેન રાજાભાઈ હડિયા શાકની ખરીદી કરવા સવાસર નાકા તળાવ પાસે આવેલી મોટી શાક માર્કેટમાં ગયા હતા. જ્યાં તળાવની પાર પર કલેકટરના જાહેરનામાનું ખુલ્લેઆમ ભંગ કરી ખુલ્લામાં ચારો વહેંચતા હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં રખડતા ઢોરોનો જમાવડો હતો. જ્યાંથી સવારે 8-30ના અરસામાં પગપાળા પસાર થઈ રહેલા વૃદ્ધા જયાબેન અચાનક ઝગડી પડેલા આખલાઓના હડફેટે ચડી ગયા હતા. આ ઘટનામાં જયાબેનને ડાબી આંખ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જયાબેનના પુત્રના જણાવ્યા મુજબ ઝઘડતા આખલાઓના હડફેટે ચડેલા માજીને આખલાના સ્વરૂપમાં યમરાજ દેખાઈ ગયા હતા અને પટમાં પડી ગયેલા માજી પર આખલાના પગનો અમુક અંશ આવી ગયો હોવાથી કમરના ભાગે ગંભીર ઇજાઓ પણ થઈ છે. જેથી આ અંગે અંજાર નગરપાલિકાને કાયદેસરની નોટિસ મોકલવામાં આવશે.

પાલિકા પ્રમુખના ધંધા સ્થળની બાજુમાં જ વેપલો
અંજારની મોટી શાક માર્કેટ કે જ્યાં અંજાર નગર પાલિકાના પ્રમુખનો ધંધા સ્થળ છે અને તેનાથી એકદમ નજીક આવેલ સવાસર નાકા તળાવની પાર માથે ખુલ્લામાં ચારો ન વહેંચવા અંગે કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં તે જાહેરનામાનો ભંગ કરી ખુલ્લેઆમ ચારો વહેંચાઈ રહ્યો છે. ત્યારે કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં નગરપાલિકાના સત્તાધીશો સીધો ભાગ ભજવતા હોય તે સ્પષ્ટ છે.

જાહેરનામાના ભંગ બદલ

કાર્યવાહી થવી જોઈએ
કચ્છ કલેકટર દ્વારા બહાર બાળવામાં આવેલ જાહેરનામાનો ભંગ થવા બદલ જાહેરનામાનો ભંગ કરનાર તેમજ સીધી કે આડકતરી રીતે તેને મદદ કરનાર તંત્ર પર પણ કાર્યવાહી થવી જોઈએ. અગર આ પ્રકારે કાર્યવાહી થાય તો ચોક્કસથી કલેકટર દ્વારા બહાર પડતાં જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરાશે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો