તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘપર-બો. માંથી ત્રણ દરોડામાં દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘપર-બોરોચીના અંબિકા નગર ટાઉનશીપમાં પોતાના ઘરે જ દેશી દારૂનો વેચાણ કરતો આરોપી સંજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડને 1600 રૂપિયાનો 80 લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ હોન્ડાઈ શો રૂમ પાસેના માર્ગ પર 15,000ની સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં જીજે 12 એએમ 3139 પર વેચાણ અર્થે લઈ જવાતો 1800ની કિંમતનો 90 લોટર દેશી દારૂ સાથે આદિપુરમાં રહેતો રાજદીપ દિનેશભાઇ ચૌહાણ તથા મેઘપરનો મિલનસિંહ માધુભા ઝાલાને કુલ 16800ના મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યો હતો.

ઉપરાંત મેઘપર બોરીચીમાં જ રહેતા રમેશ લક્ષ્મણભાઈ ગોસ્વામી તથા ભુપત કાનજીભાઇ રાઠોડને મેઘપર માંથી પોતાની 25,000ની એક્ટિવા નં જીજે 12 સિજે 5162 પર 1800ની કિંમતનો 90 લીટર દેશી દારૂ લઈ જતી વેળાએ અંજાર પોલીસે કુલ 26,800ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા. આ ત્રણેય દરોડામાં ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...