તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડલા પોર્ટ પર સીઆઈએસએફની સુરક્ષા ગોઠવવામાં આવી છે. કડક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંડલા પોર્ટ પર સીઆઈએસએફની સુરક્ષા ગોઠવવામાં આવી છે. કડક સુરક્ષાને લીધે ચકલું પણ ફરકી ન શકે તેવી સ્થિતિ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હકીકતે આમ છતાં કેટલીક વખત માલસામાનની ચોરી થતી હોવાથી પોર્ટ યુજર્સ સહિત બંદરના અધિકારીઓ ચિંતિત બને છે. જયારે બીજીબાજુ તાજેતરમાં બંદર પરવાનગી હોવા છતાં બે લેબર ટ્રસ્ટીઓને અટકાવી અને તેની ચકાસણી કરીને અન્ય રીતે હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ કિસ્સો હાલ પોર્ટના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બંદર પર કોઇ ગરબડ ન થાય તે માટે સીઆઈએસએફની સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. બંદર ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા પછી બહારના લોકોને પ્રવેશમેળવવો હોય તો મંજૂરી ઓળખકાર્ડ સહિતની બાબતો જરૂરી બને છે .આમ છતાં બીજી તરફ જોવામાં આવે તો કેટલાક કિસ્સામાં બંદર પર માલસામાનની ચોરી થતી હોવાની બૂમરાડ અવાર નવાર ઉઠતી હોય છે

અન્ય સમાચારો પણ છે...