ચોરાઉ 33 નળ સાથે 3 પકડાયા

Gandhidham News - chorau caught 3 with 33 taps 063107

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:31 AM IST
શહેરના નવી સુંદરપુરી ચાર રસ્તા પાસેના પાણીના ટાંકા નજીકથી પોલીસે ૩ શખ્સોને ચોરાઉ 33 નળ અને લોખંડના પાઈપ સહિતના 20 કિલોગ્રામ ભંગારનો જથ્થો ઝડપી પાડયા હતા.

ગાંધીધામ એ ડિવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે આરોપીઓ રોહિત દયારામ મઢવી (ઉ.વ. 27) (રહે. હાલ આશાપુરા હોટલ પાસે, ગોપાલનગર, આદિપુર મૂળ રહે. માખેલ, રાપર), હિતેષ ગણપતભાઈ કટારીયા (ઉ.વ. 19) (રહે. રાજવી ફાટક પાસે, ભારતનગર, ગાંધીધામ (મૂળ રહે. દિયોદર બનાસકાંઠા) તેમજ પ્રકાશ ઉર્ફે મુકેશ કચરાભાઈ કટારીયા (ઉ.વ.26) (રહે. જૂની સુંદરપુરી, વઢીયારી ચોક, ગાંધીધામ- મૂળ રહે. દિયોદર,બનાસકાંઠા) વાળાને સ્ટીલ, પીતળના ૩૩ નળ ઉપરાંત લોખંડના પાઈપ મળીને કુલ 20 કિલોગ્રામ ભંગારના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. જેની કિંમત 3,600 તેમજ બે બાઈક મળીને પોલીસે કુલ 23,700નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

X
Gandhidham News - chorau caught 3 with 33 taps 063107

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી