ટેક્નોલોજી સંલગ્ન કારકિર્દી બાળકોએ પસંદ કરવી જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામની કિડાણા કન્યા શાળામાં ટૅલેન્ટ પ્રોત્સાહન અને મોટીવેશનલ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વર્ષે દરમ્યાન શ્રેષ્ઠ દેખાવ કરનારા ડો. ભાણજી સોમૈયાએ ટેક્નોલોજી સંલગ્ન કારકિર્દી ઘડતર કરવાનું જણાવીને તેમના થકી થતી દરેક સહાય આપવાની તૈયારી પણ દેખાડી હતી. આ પ્રસંગે ગામના વડીલો દ્વારા માનવતા અને બાળકોના ભવિષ્યને સમર્પીત ઝીલ ફાઉન્ડેશનની શરુઆત કરાઈ હતી. જેમાં હરિભાઈ પટૅલ, માદેવભાઈ આગરીયા, કાનાભાઈ,કરશનભાઈ મરંડ, જખાભાઈ મકવાણા, ગ્રામ પંચાયત, આહિર યુવક મંડળ, કિડાણા મહિલા સમાજ સહિતનાએ ઉપસ્થીત રહિ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...