તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમાકુના વ્યસન છોડાવવા બાળકો બ્રાન્ડ એમ્બેસેડર બને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં યલો કેમ્પેઈન કાર્યક્રમ અંતર્ગત તમાકુ જનજાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન જૈનાચાર્ય અજરામર સરસ્વતી સ્કૂલ, ગાંધીધામ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, ફેઈથ ફાઉન્ડેશનના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સાઇકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુના વ્યસન છોડાવવા બાળકો બ્રાન્ડ એમ્બેસેડર બને તેવી લાગણી આ તબક્કે વ્યક્ત કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા 2003માં તમાકુથી થતી બિમારીઓ અને તેને રોકવા માટે સીઓટીપીએ એક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સંદર્ભે કચ્છ-ભુજ જિલ્લામાં રેલી યોજાઇ હતી. જેમાં કાયદા મુજબ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ 100 વાર ત્રિજીયામાં તમાકુના અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધનું સખત અમલીકરણ કરવા માટે શિક્ષણ સંસ્થાની 100 વાર ત્રિજ્યાએ યેલો લાઇન દોરી તમાકુ મુક્ત શાળા ચિન્હ રેલી યોજાઇ હતી. રાજ્યમાં કચ્છ ભુજ જિલ્લો યેલો લાઇન કેમ્પેનનો 18મો જિલ્લો બન્યો છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં મુકેશ લખવાણી, જખાભાઈ હુંબલ,સ્ટેટ નોડલ ઓફિસર ડૉ પરમાર, ફેઈથ ફાઉન્ડેશનના સેમસન,તાલુકા હેલ્થ ઑફિસર ગાંધીધામ અને ઈન્ચાર્જ જિલ્લા આર.સી.એચ ઑફિસર, રોગચાળા અધિકારી ડૉ મનોજ પરમાર, ભગવાનભાઈ ચૌધરી, પૂજા બેન ગોસ્વામી,બાકુ દેવાયત વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ઈનામ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડૉ કમલેશ પરમારે તમાકુ થી થતા ગેરફાયદા અને બાળકો દ્વારા આ સંદેશો લોકો સુધી પહોંચે અને બાળકો તમાકુ ના વ્યસન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે તે માટે અપીલ કરી હતી. અન્ય ઓફિસર સુજન સેમસને દ્વારા તમાકુ થી થતા નુકસાન અંગે વિગતો અાપી હતી. ડૉ. સુતરીયા દ્વારા બાળકો વડીલો પાસેથી જ વ્યસન કરતા જોઈને ખરાબ આદતો શીખે છે,આર્થિક, સામાજિક અને શારીરિક નુકસાન થાય છે. બાદમા બાળકો દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું, જે વિદ્યાલય થી સંતોષી માં સર્કલ સુધી જઈને વ્યસન થી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ ના શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા સની પટેલ, કમલેશ, યોગેશ, નવીનભાઈ તેમજ શાળા ના શિક્ષકો એ સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...