ચપરેડી-કપાયામાંથી 8 જુગારી 26750ની રોકડ સાથે ઝડપાયા

Mundra News - chapradi kapasi arrested with 8 cash in cash of 26750 065015
Mundra News - chapradi kapasi arrested with 8 cash in cash of 26750 065015

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:50 AM IST
મુન્દ્રાના કપાયા ગામે જુગાર રમતા પકડાયેલા 3 શખસ તેમજ ચપરેડી ગામે પકડાયેલા 4 શખસ નજરે પડે છે.

ક્રાઇમ રિપોર્ટર.ભુજ

ભુજ તાલુકાના ચપરેડી અને મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં ગંજીપાનો જુગાર રમતા 8 શખસોને પોલીસે 26750ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. મુન્દ્રા અને પધ્ધર પોલીસે બાતમીના અાધારે અા કાર્યવાહી કરી હતી.

ચપરેડીમાં ગાૈશાળા કમ્પાઉન્ડમાં જુગાર રમતા રવજી નારાણ ગાગલ, રજનીકાંત રામજી ગાગલ, રાણા જીવા કેરાસિયા, ભચુ રામજી ગાગલ અને હાજી ઇશા ગગડાને જુગાર રમતા પધ્ધર પોલીસે પકડયા હતા. પકડાયેલ શખસો પાસેથી 13250ની રોકડ અને 5000ની કિમતના 5 મોબાઇલ સહિત 18250નો મુદામાલ પોલીસે કબજે લીધો હતો.

તો મુન્દ્રા પોલીસે પાડેલ દરોડામાં નાના કપાયામાં જિંદાલ કંપની પાછળ અાવેલ તળાવ નજીકની બાવળની ઝાડીમાં જુગાર રમતા શાહુન અબ્દુલ રહેમાન, શિવકુમાર અાનંદ ગોપાલ અને બબલુ નાનીચંદ ભગતને 13,500ની રોકડ સાથે પકડી પડાયા હતા.

X
Mundra News - chapradi kapasi arrested with 8 cash in cash of 26750 065015
Mundra News - chapradi kapasi arrested with 8 cash in cash of 26750 065015
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી