તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળપાદર રોડનું કામ શરુ ન થાય તો બુધવારે ચક્કાજામની ચીમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના ભાગોળે આવેલા ગળાપાદર પાસેના ઓવરબ્રીજનું કામ લાંબા સમયથી થોડુ અટકેલું છે, તો બીજી તરફ તેના કારણે સતત સર્જાઈ રહેલા અકસ્માતોમાં મહામુલા માનવજીવન પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે લેબર ગ્રુપ કચ્છ અને ઓલ ઈન્ડીયા અનઓર્ગનાઈઝ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને જો આ કામ બુધવાર સુધીમાંજ ચાલુ નહિ કરાય તો તે માટે ફરી ચક્કાજામ કરાશે તેવી ચેતવણી આપી હતી.

મામલતદારને આપેલા પત્રમાં લેબર ગ્રુપ ઓફ કચ્છ દ્રારા ગળપાદરના પ્રજાજનો વતી જણાવાયું છે કે ગળપાદર રોડ પુલીયાનું કામ શરુ ન હોવાના કારણે છાસવારે દુર્ઘટનાઓ બની રહી છે અને ઘણા બધા લોકો તેના કારણે જીવન ગુમાવ્યું છે. આ માટે અગાઉ પણ અનેક વાર રજુઆત કરાઈ છે ત્યારે માત્ર ઠાલ્લા આશ્વાસનો મળ્યા છે. આ સંદર્ભે તા.15/01ના આર્મી ગેટની સામે, ગળપાદર ખાતે સવારે 10:30 વાગ્યે ધરણા પ્રદશન કરવામાં આવશે. અને જો કામ તુરંત શરુ કરવામાં નહિ આવે તો ગ્રામજનો સાથે મળીને નેશનલ હાઈવેને જામ કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો