કાસેઝ સોલાર પાવરનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2000થી વધુ લોકોને સીધી રોજગારી પુરી પાડતા કાસેઝમાં વીજ તંત્રની અકોણાઇને લીધે અવારનવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. અઠવાડીયામાં બે દિવસ વીજ કાપથી કામગીરીને અસર થાય છે. આ ઉણપ દૂર કરવાના હેતુથી કાસેઝના સત્તાધિશો દ્વારા આગામી દિવસોમાં સોલાર પાવરનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે. ગીફ્ટ સિટીંમાં સેઝ અને ઇઓ પોલીસી પર ઓપન હાઉસના યોજાયેલા કાર્યક્રમમાં આ બાબતની જાહેરાત ઝોનલ ડેવલોપમેન્ટ કમીશનર દ્વારા કરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ- આદિપુરમાં મહત્વના પ્રોજેક્ટો આવ્યા છે તેમાં લોકોને રોજગારી પુરી પાડતા મોટા મોટા એકમોમાં કાસેઝનો સમાવેશ થાય છે. જે તે સમયે બનાવવામાં આવેલા આ ઝોનમાં સીધી અને આડકતરી રીતે સંકુલના કેટલાક લોકો રોજગારી મેળવી રહ્યા છે. દરમિયાન કાસેઝમાં પીજીવીસીએલ દ્વારા વીજ કાપ શનિ અને રવિવારે અઠવાડીયામાં રાખવામાં આવતા હોવાથી તેની ખાસ્સી અસર પડી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુથી સોલાર પાવર પ્રોજેક્ટ તરફ કાસેઝ આગળ વધશે. ગુજરાત ગિફ્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ઝોનલ ડેવલોપમેન્ટ કમીશનર અમીયાચંદ્રએ કાસેઝમાં સોલાર પાવર તરફ વળવામાં આવશે તેવો સંકેત આપ્યો હતો. આ પ્રોજેક્ટને કારણે વીજળીની બચત પણ ધારણા છે. ઉલ્લેખનીય છે કે, અદાણી દ્વારા પાવર આપવા ઓફર અન્ય એસઇઝેડને કરવામાં આવેલી છે. હવે કાસેઝ તેની પાસેથી પાવર લે છે કે પોતાનું યુનિટ ઉભું કરે છે તે આગામી દિવસમાં સ્પષ્ટ થશે.

ઝોનમાં અગાઉ વિવાદ થઇ ચૂક્યા છે
ઝોનમાં કેટલાક સ્થાપીત હીતોને લીધે વિવાદ થયા હતા. સિક્યોરીટી ગાર્ડને માર મારવા સહિતના મુદ્દે જે તે સમયે સુરક્ષાને લઇને બનેલા બનાવમાં પ્રશાસન દ્વારા જે રીતે કડકાઇથી અમલીકરણ કરવું જોઇએ તે કરવામાં આવ્યું ન હોવાની ફરીયાદ જે તે સમયે ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...