તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મશીનમાં કપડાના ફસાયેલા ટુકડાને કારણે ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામખિયાળી ખાતે એચડીએફસી બેંકનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને સામખિયાળી પોલીસે સીસી ટીવી ફૂટેજ અને ચોરી કરવાનો પ્રયાસ કરનારના કપડાના મશીનમાં ફસાયેલા ટુકડા ઉપરથી પકડી લઇ ગણતીના કલાકોમાં આ બનાવનો ભેદ ઉકેલી લીધો છે.

આ બાબતે સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ આર.જે.સિસોદિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.25/2ના રાત્રે સવા દશ વાગ્યાથી અગિયાર વાગ્યા દરમીયાન સામખિયાળી નવા બસ સ્ટેશન પાસે આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં મશિન તોડી અજાણ્યા વ્યક્તિએ માતબર રકમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ 26/2ના સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં સીસી ટીવી ફૂટેજનું નિરિક્ષણ કરતાં એક વ્યક્તિ એટીએમ મશીન તોડી રહ્યો હવાનું જયા બાદ એટીએમ મશીનમાં આ પ્રયાસ કરતી વખતે તે વ્યક્તિના કપડાનો ટુકડો મશીનમાં ફસાયેલો મળી આવ્યો હતો અને આ પ્રકારનો શર્ટ પહેરી એક વ્યક્તિ સામખિયાળી રેલવે સ્ટેશન પર છે અને ટ્રેન મારફત નાસી જવાનો છે આ બાનતમી મળતાં તે વ્યક્તિને કોર્ડન કરી લઇ સીસી ટીવી ફૂટેજમાં દેખાતો શખસ જ હોતાં તેને પકડી પુછ પરછ કરતાં તે ઉત્તરપ્રદેશના પારસપુરનો 25 વર્ષીય રાહુલ રામશંકર પાંડે હોવાનું જણાવ્યું હતું. આ શખસને પકડી લઇ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ કરાશે. આ કામગીરીમાં સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ સાથે સ્ટાફના મુકેશ સાધુ, ભુપેન્દ્રસિંહ જાડેજા,કિશોર ડોડિયા, ભરત જાદવ, મહેન્દ્રસીંહ સોલંકી, બિન્દુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજા, રતનશી પટેલ, ભગવાન ચૌધરી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો