તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્દ્રામાંથી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાના સોસાયટી વિસ્તારમાંથી ગુરૂવારે રાત્રે સ્થાનીક પોલીસે દરોડો પાડીને 8,100ની કિંમતના વિદેશી શરાબ સાથે એક બુટલેગરને દબોચી લઇ લોકઅપમાં પૂર્યો હતો.

પોલીસ દફતરેથી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે ગુરૂવારે રાત્રે નગરના પરા સમાન સોસાયટી વિસ્તારમાં રેડ કરતાં ત્યાંથી 8,100ની કિંમતના દેશી બનાવટના વિદેશી શરાબના 180 એમએલના 81 નંગ પાવલા સાથે બુટલેગર કરણવીરસિંહ ઉર્ફે ખેતસીંહ સ્વરાજસિંહ ભાટી આબાદ ઝડપાઇ ગયો હતો. બનાવના પગલે હેડકોન્સ્ટેબલ અશોક કનાદે પ્રોહીબિશન એક્ટ તળે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...