તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટીવીટીમાં સભ્ય પદની વરણીના મુદ્દે ભાજપમાં કમઠાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંથી એટીવીટીમાં સભ્ય પદની વરણીના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં દોડધામ ચાલતી હતી. ગાંધીધામ તાલુકા માટે જે કાર્યકરોને પદ મેળવવું હતું તેને સંબંધિત ગોડ ફાધરનું શરણું લઇને લોબીંગ શરૂ કર્યું હતું. કેટલાક કાર્યકરોને તો ગળા સુધી ખાતરી આપી દેવામાં આવ્યા પછી ભાજપના અન્ય જૂથમાં ગણાતા કાર્યકરોના નામનો સમાવેશ થતાં વગદાર જૂથના કાર્યકરોમાં રોષની લાગણી જન્મી હતી. આ બાબતે જે તે જૂથની વફાદારી બદલીને અન્ય જૂથમાં જવા માટે પણ તૈયારીના મુડમાં કેટલાક કાર્યકરો આવી ગયા છે. જેમાં સરપંચો સહિતના આગેવાનોનો સમાવેશ થતો હોવાની ચર્ચા થઇ રહી છે.

વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ એટીવીટી (આપણો તાલુકા વાયબ્રન્ટ તાલુકો)માં સભ્યની વરણીની જાહેરાતના પગલે ભાજપમાં ભડકો થયો હતો. એક જૂથ નારાજ થઇ ગયું અને બીજા જુથમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ નામ મોકલી દેવામાં આવ્યા હતા જેમાં અન્ય જૂથના લોકોના નામ આવતાં જ જેના નામની સંભાવના હોવાનું 100 ટકા કહેવામાં આવતું હતું તેવા કાર્યકરોમાં નારાજગી ઉભી થઇ હતી. કારણ કે તેમને આ બાબતે તમારૂં નામ નક્કી જ છે તેવું કહી દેવામાં આવ્યા પછી નામ બદલાઇ જતાં કોનું વર્ચસ્વ જિલ્લા કક્ષાએ છે તે અંગે પણ અટકળો થઇ રહી છે. તાલુકામાં અને શહેરમાં થયેલા બદલાવમાં હજુ પણ ઘણાખરા ફેરફારો થઇ શકે તેમ છે. એક યા બીજા કારણોસર જે તે જૂથમાંથી બીજા જુથમાં કાર્યકરો નારાજ થઇને ચાલ્યા ગયા છે તેને મનાવવા માટે પણ હાલ પ્રયત્ન શરૂ થઇ ગયા છે. ઉલ્લેૅખનીય છે કે, આ સમિતિમાં આવતી ગ્રાન્ટમાંથી તાલુકાના વિકાસ કામોને વેગ મળે છે.

આગામી દિવસોમાં નવાજૂની થશે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ભાજપમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે કેટલીક વખત કોઇને કોઇ મુદ્દે સંઘર્ષ થતા હોય છે. કોઇને પદ આપવાની વાત હોય કે અન્ય હોદ્દો આપવા માટે જણાતું હોય ત્યાં ખેંચતાણનો દોર પણ થતો હોય છે. તાલુકા પંચાયતમાં પણ તેના પડઘા પડ્યા હતા અને ગત સામાન્ય સભા વખતે વિપક્ષ તો ઠીક પરંતુ સત્તાપક્ષના સભ્યોએ પણ જુદા જુદા મુદ્દાઓ ઉભા કરીને તાલુકા પંચાયતના વહીવટ પર પ્રશ્નો સીધા કે આડકતરી રીતે ઉભા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો