તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઇ પાસે આધેડ પર હુમલો કરી બાઇકર્સ 52 હજાર રોકડ લૂંટી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાપર તાલુકાના સઈ અને પીછાણા વચ્ચે રાત્રે બે બુકાનીધારી બાઇકરોએ અલ્ટો ચાલકને રોકીને રૂ.52,000 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે.

સાયના વતની નારણભાઈ ભૂરા ભાઈ નોર પોતાના નિયમ શુક્રવારે કાર લઈ ને જઇ રહ્યાં હતાં ત્યારે સઈ થી બે કિલોમીટર દૂર સઈ- પીંછાણાં રોડ વચ્ચે બે શખ્સો બુકાની બાંધેલી હાલત માં રસ્તા ઉપર મોટર સાઇકલ આડી રાખીને ઉભા હતા. જેથી કરી ને અલ્ટો ગાડી ઉભી રાખતાં બને શખ્સો નારણ ભાઈ કને આવ્યા હતા અને બાઇક બગડી ગયું છે રીપેરીંગ કરવા માટે પાના પકડ આપો જે લેવા જતા એક યુવકે પોતાના હાથ માં રહેલી લાકડી અલ્ટો ગાડી ના ડ્રાંઈવર સાઈડ ના કાચ માં મારી હતી અને પોતે કાંઈ બોલે તેના પહેલાં જ બન્ને શખ્સો આ આધેડ ઉપર ધોકા વડે ટૂટી પડયાં હતાં અને માથાં માં ગંભીર પ્રકાર ની ઈજાઓ તથા હાથ પગ માં ફેક્ચર સહિતની જીવલેણ ઈજાઓ કરતા આધેડ ત્યાં જ ઢળી પડ્યા હતા. બેહોશીની હાલતમાં આરોપી સમક્ષ કરગરી રહ્યાં હતાં ત્યારે જ એક શખ્સે ગાડી અંદર પ્રવેશી ને સીટો નીચે ચેક કરવા લાગ્યો હતો અને બીજો શખ્સ શર્ટ અને પેન્ટ ના ખીચા ચેક કરતા પાછળના ખીચામાં રાખેલા પાકીટની અંદર 2 હજાર ની 26 નોટો અને ડોક્યુમેન્ટ સહિત કુલ 52000 રોકડા રૂપિયા અને પાકીટ તથા અલ્ટો ગાડીની ચાવી લઈને બે બાઇકરો સઈ ગામ બાજુ રફુચકર થઈ ગયા હતા. જ્યારે આધેડ કણસણતી હાલત માં થોડાં ભાન માં આવ્યા ત્યારે બધુંય લૂંટાઈ ગયું હતું જેમાં તેમણે તાત્કાલિક પોતાના સંબધી પ્રેમજીભાઈ રાવરિયાને ફોન દ્વારા વિગતવાર સઘળી રજુઆત કરતાં તાત્કાલિક અસર થી સઈ ગામે થી પ્રેમજીભાઈ પહોંચી આવી બે ઘાયલ ને રાપર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.

બુકાનીધારી બે શખસોએ પાના પકડ માગી પીછો કરી કારમાં તોડફોડ પણ કરી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો