તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરના મૈત્રી પાર્ક પાસે બાઇક ચોરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ અને આદિપુરમાં બાઇક ચોરીના બનાવોનું પ્રમાણ વધી ગયા છે જેમાં છેલ્લા અઠવાડીયામાં તો રોજ એક બાઇક ચોરી ની ફરીયાદ પોલીસ ચોપડે ચડી છે. વધુ એક બનાવમાં આદિપુરના મૈત્રી પાર્ક બહાર પાર્ક કરેલું રૂ.60,000 ની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે ચડી છે.

આદિપુર કેશરનગરમા઼ રહેતા દિપક જયેશભાઇ જાદવ તા.5/1 ના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાનું રૂ.60,000 ની કિંમતનું જીજે-12-ડીકે-2099 નંબરનું બાઇક લઇને મૈત્રી પાર્ક વકિંગ મકાટે ગયા હતા. મૈત્રી પાર્કના ગેટની ડાબી બાજુએ પાર્ક કરેલું તેમનું બાઇક વોકિંગ કરીને એક કલાક બાદ બહાર નિકળ્યા ત્યારે જોવામાં ન આવતાં પહેલાં જાતે શોધખોળ કરી હતી. આજ દિવસ સુધી બાઇકનો પત્તો ન લાગતાં આ બાબતે આદિપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામના જૈન દેરાસર પાસેથી બે બાઇક ચોરી થઇ હોવાની, રોટરી સર્કલ પાસે આવેલા મોલ બહાર પાર્ક કરેલું,જુની કોર્ટ રોડ ઉપર આવેલા એક શો-રૂમ બહાર પાર્ક કરેલું અને નવજીવન હોસ્પિટલ બહાર રખાયેલું બાઇક ચોરાયા હોવાની ફરીયાદો નોંધાઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો