તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે ગાંડા બાવળે રાપર,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે ગાંડા બાવળે રાપર, ભચાઉ વાયા લોધીડા માર્ગને ઘેરી લીધો છે. ગાંડા બાવળને કારણે વળાંક વખતે સામેથી આવતા વાહનોને એકબીજાને જોઇ ન શકે તેવી સ્થિતિને પગલે અકસ્માતની ભીતિ પણ ઉભી થઇ છે. ભુજ જવા માટે વાયા લોધીડા રોડે અવળો પડતો હોવાથી પણ મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે. જેને લઇને અકસ્માત ન થાય તે માટે રોડની સાઇડ પરના ગાંડા બાવળનું સામ્રાજ્ય દૂર કરવા માગણી ઉઠી છે.

કકરવાના પૂર્વ ઉપસરપંચ જાવેદ પરમારે જણાવ્યું હતું કે, ભચાઉથી રાપર જવા માટે બે ડામરના માર્ગ છે. એક વાયા સામખિયાળી, ચિત્રોડ અને બીજો ભચાઉથી રાપર વાયા લોધીડા, ખારોઇ, કકરવા થઇને પસાર થાય છે. લોધીડા રોડ પર બન્ને બાજુથી ગાંડા બાવળનો ઘેરો હોવાથી રોડ સાવ ગાડાવાટ જેટલો થઇ ગયો છે. ખારોઇ- કકરવા વચ્ચે આ હાલત ગત ચોમાસું સારૂં જતાં બાવળ વધુ ઉગી ગયા છે. કકરવાથી ભચાઉ 30 કિલોમીટર પડે છે અને રાપર નજીકના એરીયામાં ભુજ જવા માટે વાયા લોધીડા,દુધઇ વાળા રોડથી અગવડ પડતી હોય છેક ખડીરથી ભુજના વાહનો અહીંથી અવરજવર કરે છે. અવરજવરમાં સામેથી વાહનો નજીક આવ્યા પછી દેખાય છે. જેના લીધે અકસ્માત નોતરી બેસે તેવી સ્થિતિ પણ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો