જાયન્ટ્સ ગ્રૂપ અંજાર સહેલી દ્વારા મંદિરમાં બાકડાનું દાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાયન્ટ્સ ગ્રૂપ ઓફ અંજાર સહેલી શાઇન દ્વારા અંબાજી માતાના મંદિરના પ્રાંગણમાં બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરવા માટે દાતાના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાતા રૂચીકુમારી અને જ્યોતિબેન ગણાત્રાનું પરંપરાગત ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિઓના હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોન્સર પંકજબાલાબેન ચોટારા આહિર, શોભનાબેન વ્યાસ, ડૉ. સુનિતા દેવનાની વગેરે હાજર રહ્યા હતા. સુરેશભાઇ સોની, નીતેશભાઇ સોનીએ અતિથિઓને ભેટ આપીને સન્માન કર્યું હતું. મુખ્ય અતિથિ વ્યાસે આ સેવાકીય કાર્યને બિરદાવી અભિનંદન પાઠવી આવા શુભ કાર્યો થતા રહે તેવી શુભકામના આપી હતી. આ કાર્યક્રમમાં અન્ય ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ પ્રસંગે હર્ષિતા અડવાણી, વિણા કેવલરામાણી, વૈશાલી કતિરા, કોમલ વાસવાણી, ખુશ્બુ બલદાણીયા, શીતલ સોરઠીયા, રીમા સોરઠીયા, કામીનીબેન ધોળકીયા, હેતલબેન સોરઠીયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...