તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનની બેઠકમાં પ્રશ્નો ચર્ચાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનની બેઠકમાં પ્રશ્નો ચર્ચાયા


ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન કંડલાની કારોબારીની બેઠક મળી હતી. જેમાં મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દીન દયાળ પોર્ટના નાણાં વિભાગના વડાના નકારાત્મક વલણથી ઉભી થયેલી પરીસ્થિતિને લીધે આંદોલન કરવું પડે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

મહામંત્રી મનોહર બેલાણીએ કંડલા પોર્ટના નાણાં વિભાગના વડાના નકારાત્મક વલણથી કામદારો સાથે કેવી રીતે અન્યાય થઇ રહ્યો છે તેની વિગત આપી હતી. દોઢ વર્ષથી બસના ટેન્ડર ફાઇનલ ન કરવાના કારણે આજે કામદારોને ફરજીયાત જુની બ સોમાં જવું પડે છે. જેની સીટની હાલત પણ ખરાબ છે. નિવૃત કામદારોને મોમેન્ટો આપવાના નિર્ણયમાં પણ અવરોધ ઉભા કરવામાં આવ્યો છે જેથી નિવૃત કામદારોને મોમેન્ટો આપી શકાતા નથી. દરેક કામના ટેન્ડરોમાં સીવીલ કે મીકેનીકલ વિભાગના ખોટી રીતે વાંધા વચકા કાઢવામાં આવે છે પરીણામે કામદારોના કલ્યાણના કેટલાક પ્રશ્નો ઉકેલી શકાતા નથી. પોર્ટની પ્રોક્ટીવીટીને પણ નુકશાન થઇ રહ્યું છે. જેને લીધે નાણાં વિભાગના વડા સામે આંદોલન છેડશે તેવું નક્કી કરાયું છે. વારસદારોને નોકરી આપવા, કાચા કામદારોને રેગ્યુલર કરવા, કામદારોના રહેણાંકના પ્લોટ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેટલીક યુનિયનો તરફથી કામદારોને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. અને પ્રશાસનીક કામમાં ખોટી રીતે દખલ કરી હરીફ યુનિયનના હોદ્દેદારો તથા સભ્યો સામે ખોટા આક્ષેપ કરવામાં આ‌વે છે તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો. મજુર દિવસની ઉજવણીમાં રેલી, સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સત્યનારાયણે કામદારોને જાગૃત કરી પોતાના હકો માટે હંમેશા તૈયાર રહેવા હાકલ કરી હતી. મંત્રી સીમા મોહને પણ કામદારોને એકતા રાખી યુનિયનને સુચવેલ કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ ભજવવા ભાર મુક્યો હતો. સંચાલન મંત્રી લલીત વરીયાણીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...