તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાવલા ચોકમાં પેસેન્જર મુદ્દે છકડા ચાલકો બાખડી પડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના ચાવલા ચોક રિક્ષા સ્ટેન્ડમાં ગત સાંજે 6 વાગ્યાના અરસામાં બે છકડા ચાલકે અન્ય છકડા ચાલક સાથે પેસેન્જર બાબતે બોલાચાલી થયા બાદ છકડામાં તોડફોડ કરી ચાલકને માર માર્યો હવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. તો મીઠીરોહર નજીક કાર વચમાંથી હટાવવાનું કહ્યા બાદ એક શખ્સે બે ભાઇઓને છરી બતાવી માર માર્યો હોવાનું અને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ભારતનગરની જય અંબે સોસાયટીમાં રહેતો અને છકડો ચલાવતો વિજય બાલચંદ તેજવાણીગત સાંજે ચાવલા ચોક છકડા સ્ટેન્ડ પર છકડો રાખી પેસેન્જર માટે લાઇનમાં ઉભો હતો તે દરમિયાન મમલા નામના છકડા ચાલકે તું અધ્ધ વચ્ચેથી કેમ પેસેન્જર ભરે છે તું પેસેન્જર ભરી ભારતનગર પહો઼ચ એટલે ખબર પડશે હું કોણ છું તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ વિજય છકડો લઇ ભારતનગર તરફ રવાના થયો હતો અને નહેરૂ પાર્ક પાસે તે પહોંચ્યો ત્યારે મમલાએ તેના છકડા આગળ આવી ધોકાથી છકડાના કાચ તોડી નાખ્યા હતા. વિજય નીચે ઉતર્યો તો મમલો અને શાહરૂખ કે ફારૂખ નામ નથી આવડતું તે બન્ને જણાએ લાકડી વડે માથામાં અને પગમાં માર મારી ઇજા પહોંચાડી બેભાન કરી નાખ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિજયને હોસ્પિટલ તેના કાકા ભરતભાઇ તેજવાણીએ પહોંચાડ્યો હતો. પોલીસે બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો મીઠી રોહરમાં રહેતા અને હાઇવે પર ચાની હોટલ ચલાવતા રમજુભાઇ ઇબ્રાહીમભાઇ સોઢા તેના ભાઇ હુસેન સાથે પોતાની ક્રેટા કારમાં રાત્રે હોટલ જવા નિકળ્યા હતા ત્યારે હાજીપીર શેરી પાસે જ પોતાની સફારી ગાડી આડી રાખીને ઉભેલા અસગર ઓસમાણ સોઢાને હુસેને ગાડી વચમાંથી હટાવવાનું કહેતાં અસગરે છરી કાઢી મારવા આવતાં બચાવમાં હાથ આડો રાખ્યો હતો જેમાં ઇજા પહોંચી હતી બન્ને ભાઇ ત્યાંથી જવાની કોશીષ કરતાં અસગરે કારના દરવાજાનું હેંડલ ખેંચી તોડી નાખ્યું હતું અને બહાર નિકળો આજે મારી જ નાખીશ તેમ કહી ધક બુશટનો માર માર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો