તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાના મઢમાં સાતમના શુક્રવારે મોડી રાત્રે અાશાપુરા માતાજીના જયઘોષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતાના મઢમાં સાતમના શુક્રવારે મોડી રાત્રે અાશાપુરા માતાજીના જયઘોષા સાથે હવનમાં બીડું હોમાયું હતું તેની સાથે ચૈત્રી નવરાત્રિની ઉજવણીનું સમાપન થયું હતું.

અાસો નોરતાંની જેમ શુક્રવારે રાત્રે મંદિર પરિસરની યજ્ઞશાળામાં જગદંબા પૂજન બાદ દેવકૃષણ વાસુના અાચાર્યપદે હવનનો અારંભ થયો હતો જેમાં જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે મોડી રાત્રે 1.30 કલાકે શ્રીફળ હોમાયું ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોઅે માતાજીનો જય જયકાર બોલાવ્યો હતો.

હવનના સમાપન બાદ જાગીર અધ્યક્ષે પ્રથમ અાશાપુરા માતાજી અને બાદમાં હિંગલાજ માતાજીના મંદિરે અારતી પૂજન કર્યા હતા.

અા પ્રસંગે ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, દિલુભા ચાૈહાણ, મયૂરસિંહ જાડેજા, ગજુભા ચાૈહાણ, સુરેન્દ્રસિંહ જાડેજા, બિપિનભાઇ, વિનુભાઇ દવે, મહેન્દ્રભાઇ, હંતુભા જાડેજા સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

દયપારના પીઅાઇ વાય.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...