• Home
  • Kutchh
  • Nakatrana
  • Nakhatrana News as there was no independence on the seat of the younger angia there was a direct battle between the bjp and the congress 070149

નાના અંગીયા બેઠક પર અપક્ષ ન હોવાથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

Nakhatrana News - as there was no independence on the seat of the younger angia there was a direct battle between the bjp and the congress 070149
Nakhatrana News - as there was no independence on the seat of the younger angia there was a direct battle between the bjp and the congress 070149

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:01 AM IST
નખત્રાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી અંગીયા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જેના ભાગરૂપે ઉમેદારોઅે પણ ફોર્મ ભરવાની શરૂઅાત કરી દીધી છે. અા બેઠક પર કોઇ અપક્ષે ફોર્મ ભર્યું ન હોવાથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સિધી ચૂંટણી યોજાશે.

શનિવારેના બન્ને પક્ષના ઉમેદવારોઅે ફોર્મ રજૂ કર્યા હતાં. નખત્રાણા તાલુકા પંચાયતની અંગીયા બેઠક પર તા 29/12ના પેટાચૂંટણી યોજાનાર છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના બન્ને ઉમેદવારોએ શનિવારે મામલતદાર નખત્રાણા સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.

ભાજપ પક્ષ તરફ જીવીબેન હભુ રબારી (અંગીયા ) તથા કોંગ્રેસ પક્ષ તરફથી દેવલબેન રાણા રબારી (સાગનારા) નામના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જે ફોર્મની ચકાસણી તા.16/12ના તેમજ 17/12ના ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યા ચૂંટણી બાદ તા.31/12 ના મતગણતરી યોજાશે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ નરસિંઘઆણી તથા બન્ને પક્ષના સમર્થકો હાજર રહ્યાં હતા.

X
Nakhatrana News - as there was no independence on the seat of the younger angia there was a direct battle between the bjp and the congress 070149
Nakhatrana News - as there was no independence on the seat of the younger angia there was a direct battle between the bjp and the congress 070149
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી