• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News as soon as the summer began the municipality had earlier given water to it 062648

ઉનાળાનો પ્રારંભ થતા જ નગરપાલિકા દ્વારા તે અગાઉ પાણી

DivyaBhaskar News Network

Apr 16, 2019, 06:26 AM IST
Gandhidham News - as soon as the summer began the municipality had earlier given water to it 062648

ઉનાળાનો પ્રારંભ થતા જ નગરપાલિકા દ્વારા તે અગાઉ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલન સાધીને પાણીની વધવાની જરૂરીયાતને ધ્યાને લઇને 35 થી 40 એમએલડી પાણી મળે તે માટે આયોજન કર્યુ હતું. અને વરસામેડીમાં યાંત્રીક મશીનરી મુકવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફાળવવામાં આવતો પાણીનો જથ્થો વ્યવસ્થિત આવતો હોવાથી હાલ પાણીની કોઇ તંગી ઉભી થઇ ન હોવાનો દાવો પાલિકાના સુત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં પીવાના પાણીની પરીસ્થિતિ જોવામાં આવે તો ચોમાસા કે શિયાળામાં પણ કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે પાણી મળતું ન હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી છે. પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું હોવા છતાં નગરપાલિકાની વિતરણ વ્યવસ્થાની ખામીના પગલે કેટલાય વિસ્તારમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. નર્મદાનું મોંઘા ભાવનું પાણી, પાણી પુરવઠા બોર્ડ પાસેથી લેવામાં આવી રહ્યું છે તેનો વેડફાટ પણ મોટા પાયે સંકુલમાં કેટલાક વિસ્તારમાં થઇ રહ્યો છે. વાહન ધોવાથી લઇને મકાનની સફાઇમાં પાણીનો બગાડ કેટલાક લોકો દ્વારા કરવામાં આવે છે તેમની સામે પગલાં ભરવા જોઇએ તે પાલિકાએ કદી ભર્યા નથી જેના લીધે પાણીનો મોટા પાયા પર બગાડ પણ થાય છે. વળી કેટલાક વિસ્તારમાં પાણીના લીકેજ હોવાના કારણે પાણી વેડફાઇ જાય છે. આ બધી સમસ્યાઓનું કાયમી સોલ્યુશન લાવવા માટે જે આયોજન કરવું જોઇએ તે માત્ર કાગળ પર જ પાલીકાના અધિકારીઓ પદાધિકારીઓ કરતા હોય તેવું ચિત્ર પણ ઉપસે છે. દરમ્યાન બીજી તરફ ઉનાળામાં પાણીની તંગી ન ઉભી થાય તે માટે નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ સાથે બેઠક યોજીને કેટલું પાણી જોઇશે તે માટે અંદાજ કાઢીને તે મુજબ પાણી પુરવઠા બોર્ડને જાણ કરી દેવામાં આવી હતી. હાલ પાણીનો પુરવઠો વ્યવસ્થિત રીતે આપવામાં આવી રહ્યો છે અને કોઇ અડચણ આવતી ન હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

X
Gandhidham News - as soon as the summer began the municipality had earlier given water to it 062648
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી