તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમોશન સહિતના મુદે કાર્યક્રમો અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારના સરકારી એકમોમાં નોકરીને લગતા પ્રશ્નો માટે કેન્દ્રના ડીઓપીટી વિભાગ દ્વારા સમયે સમયે સુચના આપવામાં આવે છે પરંતુ તેનું પાલન કંડલા પોર્ટમાં કરવામાં આવતું નથી. પ્રમોશન આપવા, ખાલી પદ ભરવા, નાણાં વિભાગની અનેક પ્રકારની મનમાનીને લીધે કામદારો અને વપરાશકારોને હાલાકી ભોગવવી પડે છે. રજુઆત કરવામાં આવ્યા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેના લીધે કંડલા પોર્ટ કર્મચારી સંઘ ઇન્ટુક દ્વારા અચાનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કામદારોના સીવીલ તથા મીકેનીકલ વિભાગના કામો ખાનગી ઠેકેદારીમાં આપી અમુક તત્વોના હેતુ સર કરવામાં આવી રહ્યા છે. ત્રણથી પાંચ વર્ષમાં દર વર્ષે અંદાજે 50 જેટલા કામદારો નિવૃત્ત થવાના હોઇ નિયમ મુજબ આઠ મહીના પહેલા યોગ્ય કાર્યવાહી કરીને સમયસર પ્રમોશન આપવા જોઇએ. એક વર્ષનો ગાળો વિત્યા બાદ પણ આ કામગીરી કરવામાં આવતી નથી. નાણાં વિભાગનું કાર્ય ગણ્યાગાંઠ્યા કર્મચારીઓ અને અધિકારીઓની તુમારશાહીના કારણે ખાડે ગયું છે. મન ફાવે તે રીતે વર્તન કરી જવાબદારી નિભાવવામાંથી નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. સીવીલ ઇન્જીનીયરીંગ, મીકેનીકલ અને મરીન વિભાગમાં ખાનગીકરણને સ્થાન આપવામાં આવતા કામદારોને હાલાકી ભોગવવી પડે છે. યુનિયનના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ ટ્રાફીક વિભાગના વિભાગીય વડાને ઇન્ચાર્જ એટીએમ (શીપીંગ ) દ્વારા ટ્રાફીક વિભાગના કર્મચારી સાથે કરવામાં આવતી મનમાની અને વપરાશકારોની તરફેણ જેવા મુદા પર હડતાલની ચીમકી ફેબ્રુઆરીમાં આપી હતી. ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાલન થયું નથી. દીનદયાલ પોર્ટમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ટ્રાફીક મેનેજર, સીએમઇ જેવા મહત્વના પદ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...