તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારના ખાણ ખનીજ ખાતાની મહેરબાનીથી ભૂમાફિયાઓ બેફામ બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના મોટી નાગલપર ગામની સીમમાં આવેલ ગૌચર તેમજ પડતર જમીનો માંથી ભૂમાફિયાઓ દ્વારા અંજાર ખાણ ખનીજ ખાતાની મહેરબાનીથી બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

છેલ્લા ઘણા સમયથી મોટી નાગલપર સીમમાં આવેલ ગૌચર તેમજ પડતર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરાઈ રહી હોવાની ફરિયાદ ગામના અગ્રણી રોશનઅલી સેંધાણીએ કરી હતી. જે સંદર્ભે ખનીજ ચોરી થતી હોવાનું વિડીઓ બનાવી અંજાર ખનીજ ખાતાની કચેરીએ રજુ કરવામાં આવેલ છે. છતાં પણ ખનીજ ખાતા દ્વારા ભૂમાફિયાઓ પર કોઈ જ કાર્યવાહી નથી કરાઈ. ઉપરાંત મોટી નાગલપર ગામે કેટલી લીઝ પાસ થયેલ છે તેની માહિતી પણ માંગવામાં આવેલ છે તે માહિતી પણ આજદિવસ સુધી ખાણ ખનીજ ખાતા તરફથી પુરી પાડવામાં નથી આવેલ. જેથી આજે ફરી ખનીજ ખાતાના અધિકારીને ટેલિફોનિક જાણ કરી ગામની સિમમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા ખનીજ ઉત્ખનન અંગેનો વીડિયો ઉતારી રજુઆત કરવામાં આવેલ છે. તેમજ કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. જેથી ખાન ખનીજ ખાતાના અધિકારી અરુણ ઓઝા દ્વારા આ બાબતે જરૂરથી કાર્યવાહી કરાશે તેવી ખાતરી અપાઈ હતી. વારંવાર પુરાવાઓ તેમ રજૂઆતો કરાઈ હોવા છતાં અંજારની ખાણ ખનીજ કચેરી દ્વારા ભૂમાફિયાઓ પર કોઈ જ કાર્યવાહી ન થતી હોઇ આવતા સમયમાં ન છૂટકે ખનીજ ખાતા કચેરીએ રેલી સ્વરૂપે આવેદન આપી ખનીજ ઉત્ખનન થતી જગ્યાઓ પર જનતા રેડ પાડવામાં આવશે તેવું વધુમાં રોશનઅલી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...