તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારના વોર્ડ નં. 8 માં ગટર મિશ્રિત પીવાના પાણીની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના વોર્ડ નં. 8માં આવેલ હેમલાઈ ફળિયું, શેખટીંબો, મદીના નગર વિસ્તારમાં ગટર મિશ્રિત પીવાનું પાણી છેલ્લા કેટલાક દિવસોથી આવતું હોવાથી આ વિસ્તારના કાઉન્સિલરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકા કચેરીએ જઇ આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં. 8માં આવેલ હેમલાઈ ફળિયું, શેખટીંબો, મદીના નગર વિસ્તારમાં પાલિકા દ્વારા ખૂબ જ ધીમા પ્રેસરે અને ઓછું પાણી આપવામાં આવે છે તેમાંય જેટલું પાણી આવે છે તે ગટર મિશ્રિત હોવાના કારણે તેનો પીવામાં ઉપયોગ લઈ શકાતું નથી જેથી સ્થાનિક કાઉન્સિલ અકબરશા શેખ, રોઝતનબેન, કિશોરસિંહ જાડેજા, જલાલશા બાપુ, મજિદ શેખ, સૈયદ ભુરાબાપુ, શેખ હનિફશા તેમજ અન્ય સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ બાબતે અંજાર નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...