રામલીલા મેદાનમાં આખલાઓના મોત નિપજી રહ્યાની ઘટનાથી રોષ

Gandhidham News - anger over death of bulls at ramlila maidan 063047

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:30 AM IST

ગાંધીધામમાં મુક પશુઓના કારણે શહેરના ટ્રાફીક અને લોકોને રોજીંદા જીવનમાં થઈ રહેલી સમસ્યાઓના કારણે કેટલાક મહિનાઓ અગાઉથી પાલિકાએ રામલીલા મેદાનમા ગૌવંશોને એકત્ર કરવામાં આવી રહ્યા હતા. જેમાં વ્યવસ્થાઓના અભાવે ગૌવંશોના મોત થઈ રહ્યાની વિગતો અને વીડીયો બહાર ફરતા થતા વધુ એક વાર આ પ્રકારની ચર્ચાને વેગ મળ્યો છે. હિન્દુ યુવા સંગઠનની ટીમે આ અંગે ફરતા કરેલા સંદેશ અનુસાર ગત 4 મહિનામાંજ 300 જેટલા ઢોરના મોત મેદાનમાં થઈ ગયા છે. જેની પાછળ બેસવા માટે પણ પુરતી વ્યવસ્થાઓ ન હોવી, પાણી અને ચારાનું પુરતુ પ્રમાણ ન હોવું તે જવાબદાર હોવાનું કહેવાયુ છે. જે સાથે જો સોમવાર સુધીમાં સમસ્યાનો હલ નહિ થાય તો પાલિકા સામે ધરણા પર બેસવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

અગાઉ પણ પાલિકા વગોવાઈ હતી

ગાંધીધામમાં માર્ગો પર ફરતા મુક પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી રહ્યો છે. ગત ટર્મમાં પ્રમુખ ગીતાબેન ગણાત્રા દ્વારા રામલીલા મેદાનમાં આ પ્રકારની વ્યવસ્થાની શરુઆત કરવામાં આવી હતી. ત્યારે પણ એક બાદ એક મુકપશુઓના મોત થતા તેને પાલિકાની બેદરકારી ગણાવાઈ હતી. જે તે સમયે સુધરાઈના દામન પર ગૌવંશોના અઢળક મોતના છાંટા ઉડવા પામ્યા હતા.

વ્યવસ્થામાં ઉણપ નથી, અન્ય કારણો જવાબદારઃ ચીફ ઓફિસર

આ અંગે ગાંધીધામના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે વ્યવસ્થા દ્વારા પશુઓની રખેણીમાં કોઇ પ્રકારની ઢીલાશ વર્તાઈ નથી. દિવસમાં 4 વાર ચારો નાખવામાં આવે છે, જે પશુઓ અગાઉ બહારનો એઠવાડ ખાવાની આદત લઈને આવ્યા છે તેમના માટે પાલિકાએ હોટેલ એસો. સાથે ચર્ચા કરીને તેમનો એઠવાડ પણ નિયમીત અહિ નાખવામાં આવે છે. પાણીના અવાડા પણ વધુ છે અને નિયમીત આપવામાં આવે છે. જે આખલાઓના મોતની વાત છે, તે અગાઉ પ્લાસ્ટીક આરોગીને આવ્યા હોય અને અન્ય કારણો હોય તે શક્ય છે. વ્યવસ્થાઓ દ્વારા પુરતી સુવિધાઓ અપાઈ છે, કોઇ ભુખ કે તરસથી મોતને પામ્યું નથી.

ગાંધીધામમાંથી એક પણ વ્યક્તિ ચારાના દાનમાં આગળ નથી આવ્યો!

આધીકારીત સુત્રોએ જણાવ્યું હતુ કે ચારાના દાન માટે સાર્વજનીક માંગણી કરાઈ હોવા છતા શહેરમાંથી કોઇ વ્યક્તિ કે સંસ્થા ચારાના દાન માટે આગળ આવ્યું નથી. અંજારમાંથી કેટલાક સંગઠન અને લોકો બહાર આવ્યા છે.

X
Gandhidham News - anger over death of bulls at ramlila maidan 063047

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી